Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મેન્ટર

એમને વેકેશન માણવા દ્યો

પરીવર્તન જીવનનો નિયમ છે. આ વાત ને આપણે સહજભાવે સ્વીકારીને સમર્થ આપીએ છીએ. એક સમય માં ધોરણ – ૧ ના પગલાં યાદ કરો. જા...રજા...રજા...રજા...મજા...મજા...મમતા મજા કર... જમના મજા કર.. બાળક ને શાળાનું સત્રાંત પૂરું થતાં મળતી રજાની મજા એટલી જ માણતા હોય જેટલી આ પગલું વાંચતી વેળા માણી હોય.

'રજા'એ શું માત્ર બાળકો ના આનંદ નો જ ઉદીપક છે. ના...રે...શિક્ષક જીવ તુરંત બોલી ઊઠે. રજા તો માનવીને એના કોઈ પણ ક્ષેત્રમાં એ ફરજ બજાવતો હોય તો પણ હમેશા પ્રિય અને આનંદદાયી અને તાજગી પ્રેરક હોય છે. પરીવર્તન મહદઅંશે પ્રગતિપ્રેરક અને પ્રગતિમાર્ગી હોય છે. માનવસહજ પ્રકૃતિ ધરાવનાર ને રોજિંદા એક સમાન પ્રવૃતકાર્યો માંથી વિચલન થવાની સ્વાભાવિક વૃતિ ધરાવે છે. અને આ ઈચ્છા ને જયારે રજાનું પ્રેરણાબળ મળે છે. ત્યારે માણસ પોષણયુકત રિચાર્જ મેળવે છે જેથી આવનાર સમય અને સમસ્યાઓ ને તાકાત થી લડત આપી શકાય. શિક્ષણ જીવનનો સોનાનો સમય એટલે વેકેશન. શું આપે છે આ વેકેશન?

વેકેશન માધ્યમ છે – ચાર્જર છે. રિચાર્જ એટલે ફરી સુસજ્જ થઈ ફતેહ હોમ.. વેકેશન શકિતબળ પૂરું પાડે છે. શિક્ષક – વિધાર્થી ને અને શિક્ષણ માર્ગના રાહબરીઓને શારીરિક, માનસિક, આત્મિક, કૌટુંબિક, સાંસ્ક્રુતિક, વૈચારિક, સંવેગીક રીતે ઉર્જાયુકત બનાવે છે.

રોજબરોજ ની જીવન વ્યવહાર માં ઘડિયાળ ના કાંટાની ગતિએ દિવસ પસાર થાય છે. આપણે પૂર્વનિર્ણિત અને આયોજિતકાર્યો, સમય પત્રક અનુસારનો દિવસ જીવીએ છીએ. ૨૪ કલાક માંથી ૬ કલાક શાળાના, ૨ કલાક જમવા નાસ્તાના, ૮ કલાલ સુવાના, ૪ કલાક રોજબરોજના કાર્યોના, ૧ કલાક ઓટલા પરિષદના, ૨ કલાક ટી.વી. માં એકતા કપૂરના, ૧ કલાક લંગોટિયા મિત્રોની તો આ દિવસ માં તમારા કેટલા કલાક?..વેકેશન.....

રોંજીદા દિવસોમાં ઘડિયાળ ના કાંટા મુજબ, આપેલ રિશેષ ના સમયે કે શાળાએ જવાના સમયે શરીરને ઈંધણ પુરાય છે. વેકેશન સમયની અનુકૂળતા આપી ભૂખના સમયે ભોજન પીરસે છે. પૌષ્ટિક અને મનગમતા આહાર, કસરત. યોગા, રમત ગમત, વગેરે માટે પૂરતો સમય ફાળવી શરીરથી સશકત થઈ શકાય છે.

વેકેશનની ફુરસદ પળો બાળક કે શિક્ષણ ને પોતાના સ્વ-વિકાસ માટે ફાળવી માનસિક વિકાસ સાધે છે. વાંચન, ગણન, લેખન, ઇન્ટરનેટ, સામયિકો, વર્તમાનપત્રો, ટી.વી., પ્રબુદ્ઘ મિત્રવર્ગ, નાટક, ચલચિત્રો વગેરે સાથે સંકળાય ને પોતાની જ્ઞાનની સ્થિતિને પ્રગટ બનાવી માનસિક રિચાર્જ મેળવે છે.

ઈશ્વરની આરાધના, પૂજા, પાઠ, મંત્રોચ્ચાર, હોમ, હવન, યજ્ઞ, કથા, મંદિર જવું, ધાર્મિક પરિસંવાદ, વ્યાખ્યાન, સંવાદો, સંત સમાગમ, સંતવાણી નો લાભ તો વ્યવસાયિક જીવનના વિરામના સમયે જ લઈ શકાય ને? આથી શિક્ષણ નો માનવી આત્મિક અને આધ્યાત્મિક બળ મેળવે છે.

રૂસોનું વાકય કુદરત તરફ પાછા વળોં ને સાર્થક બનાવવા વેકેશન જ સહાય કરે છે ને ? શિક્ષક – વિધાર્થી પ્રવાસ, પર્યટન, યાત્રા, ભ્રમણ, સેમિનાર, પ્રદર્શનોમાં સી.એલ. કે રજા ચિઠ્ઠીના ડર વગર નિઃસંકોચ મને ભાગ લઈ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાતરણ માં ફાળો આપવા પોતાની જાતને સુસજ્જ કરે છે ઉર્જા મેળવે છે.

કૌટિમ્બિક વ્યવસ્થાને જાળવતા – જાળવતા વ્યાવસાયિક જીવન પણ જીવનારા ખાસ કરીને સ્ત્રી શિક્ષિકા માટે વેકેશન એ પોતાના સ્વજનો – સ્નેહીજનો સાથેના વ્યવહારો ને સુમેળ ભર્યા નિભાવવા ને બનાવવા, સામાજિક અને કૌટુંબિક વિકાસ સાધવામાં મદદરૂપ બને છે. વેકેશન અને મામા નું દ્યર કયારેક પર્યાય જેવા લાગે છે. શિક્ષિકા પોતાના નાના બાળકને દ્યરે છોડી શાળા એ જાય છે, ત્યારે બાળક અને શિક્ષકમાતા ની સંવેદનીક પરીક્ષા લેવાય છે. વેકેશન આ સંવેદનીક પરીક્ષા લેવાય છે. વેકેશન આ સંવેદનીક પરીક્ષાનું પરિણામ અને પછી ના સમય ની પૂર્વપૂર્તિ છે.

શિક્ષક, અધ્યાપક, વિધાર્થી ન કેવળ પ્રવાસ, પર્યટન કરી પરંતુ પેપર, લેખ, પુસ્તકોના વાંચન દ્વારા, ઇન્ટરનેટ ના ઉપયોગ દ્વ્રારા, ટી.વી. મીડિયા દ્વારા પોતાની જ્ઞાનાત્મક સંરચના નો વિકાસ કરી પોતાના વિષયવસ્તુમાં પરંગતતા મેળવી વિચાર – તર્ક કૌશલ્યોના વિકાસ દ્વ્રારા આદર્શ તત્વ પ્રાપ્ત કરે છે. આ બધા માટેનો પૂરતો સમય અને સરળતા વેકેશનગાળાની રજાઓના ફુરસદભર્યા ઉપયોગથી જ તો મળે છે. જે વિચારથી રિચાર્જ કરે છે.

વિકાસનું ચક્ર અને પરીવર્તન નું ચક્ર નિયમિત રીતે ચાલ્યા જ કરે છે માનવની પ્રકૃતિ છે. નિરંતરતા માંથી વિચલિતતા એ સહજ રીતે જ અવિરત કાર્યપ્રણાલી થી તંફ આવી નવું કાઇક ઝંખે છે ત્યારે વેકેશન જ તાજગી બક્ષે છે. આમ વેકેશન ઉર્જાબળ નો સંચાર – સંગ્રહ નું માધ્યમ છે. એક નવા જોશ ઉમંગ અને વિચાર સ્ત્રોત ની સક્ષમતા બક્ષે છે વેકેશન ........... રિચાર્જ.........

વેકેશન માં છોકરાઓને એમનો આનંદ પૂરેપૂરો લેવા દ્યો એ વેકેશન ના ટાઈમ માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રવુતિઓ ફરજિયાત કરાવી એ જરૂરી નથી. પણ એક બાળક વેકેશન માણી શકે એ જરૂરી છે, કોમ્પુટર ના કલાસ માંથી ઉપાડી, કરાટે ના કલાસ માં નાંખવા  કે કરાટે ના કલાસમાંથી ઉપાડી સ્વિમિંગના કલાસમાં ધકેલવા આ બધી પ્રવુતિઓ કરાવતી વખતે માં – બાપ એ ધ્યાન રાખવાનું કે એક બાળક કોઈ એક પ્રવુતી  માં જ નિષ્ણાંત થઈ શકે તેથી અલગ અલગ જગ્યાએ તેમણે ના દોડાવશો એમને વેકેશની મજા માણવા દેશો.

પાર્થ ઉવાચ :

વિરાન સા હો ગયા હૈ સારા મૈદાન,

એક મોબાઈલ ને બચ્ચો કી ગેંદ છીનલી ।।

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(11:42 am IST)