Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મેટાડોરે બાઇકને ઉલાળી દેતાં ઉનાના સિકંદરભાઇ રફાઇનું મોત

કેશોદ ભાઇને મળવા જતા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: ઉનામાં માળીયા રોડ પર મેટાડોરે બાઇકને ઠોકરે ચડાવતાં ઉનાના અકબરશા અચુશા રફાઇ (ઉ.૪૫) નામના ફકીર આધેડને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

ઉના રહેતાં અને છુટક મજૂરી કરતાં અકબરશા રફાઇ તા. ૨૮ના રોજ બાઇક હંકારી કેશોદ રહેતાં પોતાના ભાઇ સિકંદરભાઇના ઘરે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં માળીયા રોડ પર મેટાડોરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનારને એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ઉના પોલીસને જાણ કરી હતી.

(11:42 am IST)