Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પોપટપરામાં ધોરણ-૮ની છાત્રા તેર વર્ષની સના પટ્ટણીનું તાવ અને ઉલ્ટી બાદ મોત

રાજકોટ તા. ૩૦: પોપટપરામાં રહેતી સના ઇલ્યાસભાઇ પટ્ટણી (ઉ.૧૩) નામની બાળાને ગઇકાલે સવારે ઘરે તાવ આવ્યા બાદ ઉલ્ટીઓ શરૂ થઇ જતાં ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં આજે વહેલી સવારે દમ તોડી દેતાં ડો. નૂતન લુધાતરે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ ટી.આર. બુહાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સના ધોરણ ૮માં અભ્યાસ કરતી હતી અને બે ભાઇ તથા બે બહેનમાં નાની હતી. તેના પિતા કલરકામની મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે.

(11:41 am IST)