Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ગર્મી મે ઠંડી કા અહેસાસ…

પૂરા ફોર્સથી લોકોને પ MLD વધુ પાણી આપવા નિર્ણય

અધિકારીઓની બેઠક બોલાવી પાણીની ફરિયાદો ઉકેલવા અને વિતરણ નિયમિત જાળવવા સુચના આપતા પદાધિકારીઓ

રાજકોટ, તા., ૨૯: હાલમાં ઉનાળાની ગરમી શરૂ થતા જ લોકોમાં પાણીની માંગ વધી છે ત્યારે નાગરીકો પાણી ચોરવા મજબુર થાય છે. આથી નાગરીકોને પુરા ફોર્સથી પ એમએલડી વધુ પાણી આપવા માટે મ્યુ. કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓએ સુચના આપી છે.

આ અંગે કોર્પોરેશનના પદાધિકારીઓના સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાં શિયાળાનો પ્રારંભ થતા લોકોની જળમાંગ વધી છે. જેના કારણે નગરજનો ઇલેકટ્રીક મોટર મુકી પાણી ચોરી કરવા મજબુર થાય છે અને પરીણામે પાણી વિતરણ વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ જાય છે અને પ્રમાણીક લોકોને પાણી પુરતા પ્રમાણમાં નહિ મળતા હેરાનગતી ભોગવવી પડે છે. આવી ફરીયાદો રોજીંદી બની છે ત્યારે મેયર બીનાબેન આચાર્ય સહીતના પદાધિકારીઓએ ગઇકાલે તાબડતોબ વોટર વર્કસ વિભાગના સીટી ઇજનેર સહીતના ઇજનેરોની બેઠક બોલાવી અને હાલમાં નર્મદા પાઇપ લાઇન મારફત ન્યારી-૧ ડેમમાં ઠલવાતું નર્મદાનીરના જથ્થા અંગ,ે ભાદર ડેમમાંથી મળતા પાણી અંગે અને આજી-૧ ડેમમાં રહેલ જળજથ્થા અંગે આંકડાકીય હકીકતો મેળવી તેની સામે દરરોજ કેટલું પાણી વિતરણ થાય છે તેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બાદ એવો નિર્ણય લેવાયો હતો કે હાલમાં નર્મદાનીરથી ન્યારી-૧ ડેમ ભરવાનું ચાલુ છે. દરરોજ આ ડેમમાં ૭ એમએલડી નર્મદાનીર ઠલવાઇ રહયા છે. રાજકોટ શહેરમાં પાણીની કટોકટી ભુતકાળ બની ગઇ છે.ે હવે ઉનાળાના કારણે શહેરીજનોની જળમાંગ વધી છે ત્યારે લોકોને પુરા ફોર્સથી ર૦ મીનીટ દરમિયાન જેટલું પાણી આપી શકાય તેટલું વધુ પાણી આપવા તંત્રએ નિર્ધાર કર્યો છે.

(3:49 pm IST)