Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રાજકોટ ટેલીકોમના જીઇબીએ કાપેલા ૪૦ વીજ કનેકશનો તાકિદે ચાલુ કરી દેવા સેન્ટ્રલ ગર્વમેન્ટમાંથી છૂટેલા આદેશો

સેન્ટ્રલ કચેરીએ કલેકટરને કહેતા કલેકટરે વીજતંત્રને ચૂંટણી સંર્દભે સૂચના આપી.. : જીઇબીની ટીમોએ મકાનો-ટાવરના બીલના ૯૦ લાખ બાકી હોય કનેકશનો કાપ્યા ને ર૪ કલાકમાં હવે જોઇન્ટ કરવા દોડધામ

રાજકોટ તા. ર૯ : રાજકોટના વીજતંત્રે ગઇકાલે ધોમ ધખતા તાપમાંં ટીમોએ રઝળપાટ કરી રાજકોટ બીએસએનએલના ટાવરના અને મકાનોના થઇ કુલ ૪૦ જેટલા વીજ કનેકશનો  વીજલ બીલ નહિ ભરવાને કારણે કાપી નાંખ્યા હતા.

દરમિયાન વીજ તંત્રના ટોચના સુત્રોએ આજે બપોરે ઉમેર્યું હતું કે, ગઇકાલે બપોરથી સાંજ સુધી આખો દિ' રઝળપાટ ૪૦ કનેકશનો કપાતા બીએસએનએલ કચેરીના અધીકારીઓ ઉંચા નીચા થઇ ગયા હતા, ભારે દેકારો બોલી ગયો હતો, આ પછી આ બાબતે દિલ્હી વડી કચેરી ખાતે ધ્યાન દોરાતા-દિલ્હીની કચેરી ચોંકી ઉઠી હતી, અને તમામ વિગતો જાણી હતી, આ પછી ગુજરાત કચેરીનું ધ્યાન દોરાયું હતું, અને નાણા ભરી દેવાશે તેમ જણાવી રાજકોટ કલેકટરને વીજ કનેકશનો ચાલુ કરાવવા સુચના આપી હતી, અને કલેકટરે રાજકોટના વીજ તંત્રને સુચના આપી હતી, અને જેના પરિણામે વીજ તંત્રની ટીમો કમપાયેલા ૪૦ કનેકશનો ફરી ચાલુ કરવા બપોરથી ફરી ધંધે લાગ્યાનું વીજ અધિકારી વર્તુળોએ 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યુ હતું.

એડીશ્નલ ચીફ ઇજનેરના નજીકના સુત્રોએ 'અકિલા' ને ઉમેર્યું હતું કે સેન્ટ્રલ ગર્વમેન્ટમાંથી આદેશો કલેકટર મારફત આવતા, અને ચૂંટણીને અનુલક્ષીને કનેકશનો તાકીદે જોઇન્ટ કરવાની સુચના આપતા જે તે ડે. ઇજનેરો પોતાના વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે, વીજ બીલના બાકી નાણા ભરવાની ખાત્રી અપાઇ છે, ગઇકાલે ૩પ થી ૪૦ કનેકશનો કપાયા અને આજે વધુ ૩૪ થી ૩પ કાપવાના હતાં, પરંતુ હાલ કાર્યવાહી  રોકી દેવાઇ છે.

(4:10 pm IST)