Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

સીંધી પરિણિતાના ઘરેલું હિંસાના કેસમાં વચગાળાના ભરણ પોષણની અરજી રદ

રાજકોટ તા. ૩૦: સ્ત્રી દ્વારા તેના પતિ વિરૂધ્ધ કરવામાં આવેલ ઘરેલું હિંસા હેઠળ કરવામાં આવેલ કેસમાં વચગાળાનું ભરણપોષણની કરવામાં આવેલ અરજી કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકિકત ટુકમાં એવી છે કે, રીનુબેન રાજીવભાઇ ભાગચંદાણી ડો/ઓ કિશન બસંતાણી અને તેના પતિ રાજીવ હરીરામ ભાગચંદાણીને લગ્નજીવન ઁદરમીયાન મનભેદ અને મતભેદ ઉપસ્થિત થતા રીનુબેન પોતાના ભરણપોષણ મેળવવા માટે રાજકોટની કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળ પતિ અને સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ કેસ દાખલ કરેલ જેમાં વચગાળાના ભરણપોષણ મેળવવાની અરજી કરેલ હતી.

આ કામે રીનુબેન અને રાજીવભાઇ એ જ્ઞાતિના રીત રીવાજ મુજબ સને-ર૦૧૩ની સાલમાં લગ્ન કરેલ ત્યારબાદ રીનુબેન ડો/ઓ કિશનભાઇ બસતાણી પોતાના માવતર મુકામે આવી ગયેલ હોય અને પોતાના માવતર રહેતા રાજકોટની કોર્ટમાં તેમના પતિ, સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળ અરજી દાખલ કરેલી જે અરજીમાં પતિ-સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ ઘણા આક્ષેપો કરતી અરજી કરેલ.

આ અરજીમાં સાસરીયાપક્ષ વિરૂધ્ધ દહેજ અંગે તથા દાગીનાઓ ઓળખવી જવા અંગે તથા પતિ વિરૂધ્ધ બોલવા અંગે તથા હાથ ઉપાડવા અંગે અને સાસરીયા વિરૂધ્ધ શારીરીક માનસીક ત્રાસ આપ્યા અંગેની અરજી કરેલ જે અરજીના સંદર્ભમાં ચાલુ કેસ દરમ્યાન ભરણપોષણ મળી રહે તેવા હેતુસર રીનુબેને વચગાળાની ભરણ પોષણ મેળવવા અંગેની અરજી પણ કરેલ જે અરજી મુજબ રીનુબેનને તેમના પતિ માસીક રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મેડીકલ ખર્ચ માસીક રૂ. ર,૦૦૦/- ચુકવી આપે તે મુજબની દાદ માંગેલ અને રાજીવભાઇ એ અને તેમના માતા-પિતા વતી કેસમાં બચાવ કરવા માટે એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી રાખેલ હોય અને વચગાળાની અરજીની સુનાવણી થતા બન્ને પક્ષના વકીલશ્રીઓએ પોત-પોતાની રજુઆતો અને દલીલો કોર્ટ સમક્ષ કરેલી અને રાજકોટના જજશ્રી બાકીએ અરજદારની વચગાળાની ભરણપોષણની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં સામાવાળ રાજીવભાઇ હરીરામ ભાગચંદાણી વતી એડવોકેટ તરીકે રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી તથા વિજય સી. સીતાપરા રોકાયેલા હતા. (૭.૩૬)

(4:01 pm IST)