Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાંધી કો-ઓપરેટીવ સોસાયટીમાં ગણતંત્ર દિવસ ઉજવાયો

રાજકોટઃ જામનગર રોડ પર આવેલી ગાંધી કો ઓપરેટિવ સોસાયટી ખાતે ૭૪મા ગણતંત્ર દિવસથી ઉજવણી થઇ હતી. જેમાં રહેવાસીઓ ઉપરાંત બાળકોએ પણ ભાગ લીધો હતો. કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા સોસાયટી પ્રમુખ સૈફુદ્દીનભાઇ ભારમલ, મંત્રી સોૈકતભાઇ ગાંધી, લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને બીઇંગ યુનાઇટેડ એનજીઓના પ્રમુખ ઇબ્રાહીમ સોની ઉપસ્‍થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા એનજીઓના સભ્‍યો મુસ્‍તફાભાઈ ગાંધી, ઇમરાન કપાસી, તાહેરભાઈ ગોંડલવાળા તેમજ શબ્‍બીરભાઈ સોનીએ જેહમત ઉઠાવી હતી.

(4:23 pm IST)