Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વોર્ડ નં. ૧૩માં ચંદ્રેશનગરમાં પેવર રોડ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૩માં ચંદ્રેશનગરમાં પેવર રોડનું ખાતમુહૂર્ત મેયર ડો.પ્રદીપ ડવ, વિધાનસભા ૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ, વોર્ડ નં.૧૩ના શાસક પક્ષના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, સ્‍ટેન્‍ડિંગ કમીટીના સભ્‍ય નીતિન રામાણી, કોર્પોરેટર સોનલબેન સેલારા, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, જીતુભાઈ સેલારા, મહામંત્રી ભરતભાઈ બોરીચા, અજીતસિંહ ઝાલા, રમેશભાઈ વેકરીયા, પ્રવિણભાઈ રાઠોડ, અમિતભાઈ જાવીયા, નરસિંહભાઈ પટોડીયા, અર્જુનભાઈ જરીયા, જોષી અદા, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહેલ, લીલીબેન ભંડેરી, તેમજ ચંદ્રેશનગરના લતાવાસીઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્‍થિત રહ્યાં હતા અને આ પેવર કામનું ખાતમુહુર્ત થતા હર્ષની લાગણી પ્રસરી હતી.

(4:13 pm IST)