Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજકોટ જિલ્લામાં અઠવાડીયામાં રપ૬૦ બાળકોને રસીકરણ : ૧૦૧.૪૩ ટકા સિધ્‍ધી

જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા ખાસ રસીકરણ સપ્તાહ

રાજકોટ, તા., ૩૦: જિલ્લા પંચાયતની  આરોગ્‍ય શાખા દ્વારા તા.ર૩ થી ર૮ જાન્‍યુઆરી સુધી જિલ્લામાં સ્‍પેશિયલ ઇમ્‍વુનાઇઝેશન વીકની ઉજવણી કરવામાં આવેલ. તે અંતર્ગત બાળકોમાં સઘન રસીકરણ કરવામાં આવેલ. ગ્રામીણ આરોગ્‍ય કેન્‍દ્રોમાં બાળકોને વિવિધ રોગ સામે રક્ષણ આપતી  રસીઓ આપવામાં આવેલ. અગાઉ સર્વે કરેલ તે મુજબ જિલ્લામાં રપર૪ બાળકો સમયાંતરે અપાતી વિવિધ રોગની રસીના ડોઝ લેવા માટે પાત્ર જણાયેલ. સપ્તાહ દરમિયાન ૨૫૬૦ બાળકોને જરૂરીયાત મુજબ રસી અપાયેલ. રસીકરણ  ક્ષેત્રે ૧૦૧.૪૩ ટકા સિધ્‍ધી પ્રાપ્ત કરી આરોગ્‍ય શાખાએ ગૌરવ વધાર્યુ છે.

જિલ્લામાં તાલુકાવાર બાળકોને રસીકરણ કરાયેલ. તેમાં ધોરાજીમાં ૨૨૪, ગોંડલમાં ૨૫૮, જામકંડોરણામાં ૬૪, જસદણમાં ૪૫૦, જેતપુરમાં ૨૧૦, કોટડા સાંગાણીમાં ૧૨૭,  લોધીકાં ૧૬૧, પડધરીમાં ૪૮૧, રાજકોટમાં ૪૮, ઉપલેટામાં ૩૪૪ અને વિંછીયા તાલુકામાં ૧૯૩ સહિત કુલ રપ૬૦ બાળકોને વિનામુલ્‍યે રસી આપવામાં આવી હતી.

(3:48 pm IST)