Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શ્રીજીનગર-સ્‍વસ્‍તિક સોસાયટીના રહેવાસીઓનો કલેકટર સમક્ષ ઉગ્ર વિરોધઃ લઘૂમતી આસામીને મકાન ખરીદવાની મંજુરી નહિ આપો

ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ સાથે લોકો દોડી આવ્‍યાઃ કલેકટરે ન્‍યાય આપવાની ખાતરી આપ્‍યાનો નિર્દેશ : રાજકોટની એક સરકારી બેન્‍કમાંથી લોન લઇને ભરપાઇ ન કરનાર આસામીના મકાનનો કબજો લઇ બેન્‍કે વેચાણ કરાર કરતા વિરોધ..

અશાંત ધારા સંદર્ભે સ્‍વસ્‍તિક સોસાયટીના રહેવાસીઓ ધારાસભ્‍ય દર્શિતાબેન શાહની આગેવાનો હેઠળ કલેકટર કચેરીએ રજુઆતો માટે દોડી આવ્‍યા તે નજરે પડે છે.(૬.૧૯)

રાજકોટ તા. ૩૦ : શહેરની અશાંતધારામાં આવતી સ્‍વસ્‍તિક સોસાયટી તથા શ્રીજીનગર સોસાયટીના રહેવાસીઓ આજે ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહની આગેવાની હેઠળ કલેકટર સમક્ષ આવેદન સાથે દોડી આવ્‍યા હતા, અને સ્‍વસ્‍તિક સોસાયટીમાં એક મકાન એક ખાનગી સરકારી બેન્‍કે હરરાજીમાં લઘુમતી કોમના આસામીને વેચી નાંખવા સામે ઉગ્ર વિરોધ વ્‍યકત કરી દસ્‍તાવેજ માટે મંજુરી નહિ આપવા રજુઆતો કરી હતી.

રજુઆત બાદ ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહે ‘‘અકિલા'' ને જણાવેલ કે, આ બાબતે કલેકટરે તપાસ કરવાની અને ન્‍યાય આપવાની ખાત્રી આપી હતી.

ઉપરોકત સોસાયટીના રહેવાસીઓએ જણાવેલ કે, સરકાર હાલ રાજકોટ શહેરમાં જે અશાંત વિસ્‍તારની યાદી બહાર પાડેલ છે, જેમાં ‘‘ધી ગુજરાત પ્રોહિબીશન ઓફ ટ્રાન્‍સફર ઓફ ઇમમુવેબલ પ્રોપર્ટી ફોર પ્રોટેકશન ઓફ ટેનેન્‍ટ ફોમ ઇવીકશન ફોમ પ્રિમાઇસીઝ ઇન ડીસ્‍ટર્બડ એરીયાઝ એકટ-૧૯૯૧'' તથા તેમાં થયેલ એર્મેન્‍ડમેન્‍ટમાં જણાવ્‍યા મુજબના રાજકોટ શહેરમાં સીટી સર્વે વોર્ડ નં.૧૬માં આવેલ શ્રીજીનગર શેરી નં.૧ નો વિસ્‍તાર તથા તેની આસપાસનો વિસ્‍તાર અશાંતધારામાં આવતો હોય, અમારે આ વાંધા અરજી કરવાની ફરજ પડેલ છે.

રાજકોટ શહેરમાં રાજકોટ શહેરના રેવન્‍યુ સર્વે નં.૪૭૬/ર પૈકી શ્રી સ્‍વસ્‍તિક કો.ઓ.હા. સોસાયટીના પ્‍લોટ નં.ર-બી-ર ની જમીન ચો.મી.આ.૧ર૦-ર૦ (સીટી સર્વે વોર્ડ નં.૧૬, સીટી સર્વે નં. ૧૮ર૯) સોસાયટી રજીસ્‍ટ્રેશન નં. બી-ર૬ર તા.૧પ/૧૦/૧૯૯પ ઉપર આવેલ મકાન જેનુ સરનામું ‘‘હરિકૃષ્‍ણ'',૧- રીજીનગર,૩-સ્‍વસ્‍તિક સોસાયટી, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ છે, જે મકાન ભરતભાઇ હરીલાલ કોટેચાની માલીકીનું આવેલ હતું તે સદરહું મકાન ઉપર તેઓએ એક સહકારી બેન્‍કમાંથી લોન લીધેલ હતી. પરંતુ સદરહું લોનના હપ્તા સમય મર્યાદામાં નિયમીત ન ચુકવતા બેંક દ્વારા તે મકાનનો કબજો લઇ લેવામાં આવેલ છે હાલ તે મકાન ખાલી અને બંધ હાલતમાં છે, પરંતુ સદરહું બેંક દ્વારા હાલ તે મકાનનો સોદો થયેલ છે અને તે સોદો કોઇ લઘુમતી આસામીને વેચાણથી આપવાનું નકકી કરેલ છે, પરંતુ અમો સ્‍વસ્‍તિક સોસાયટી તથા શ્રીજીનગરમાં આવેલ તમામ રહેવાસીઓ હિન્‍દુ ધર્મના હોય, અને ઇસસ સિવાય અન્‍ય ધર્મના લોકોને જો ખરીદ કરવા માટેની મંજુરી મળે તો અમને રહેવામાં ભારે અધોગતી તથા મુશ્‍કેલીનો સામનો કરવો પડે તેમ છે, અને વેચાણ આપવા નકકી કરેલ ઇસમ કોઇ અન્‍ય સમુદાયના હોય અને ભવિષ્‍યમાં કોઇ પ્રશ્ન ઉપસ્‍થિત ન થાય,  જેથી આપને અમારી નમ્ર અરજ છે કે આ અંગેની વેચાણ પરવાનગી ન આપવામાં આવે, અને સરકારે જે અશાંતધારા લાગુ પડેલ છ.ેતેની મર્યાદા જળવાઇ રહે છ.ે

(3:45 pm IST)