Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ઓશો વર્લ્‍ડ ડાયરી કેલેન્‍ડર માં યોગ નિલમનું પુસ્‍તક ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે ઉપલબ્‍ધ

સ્‍વામિ સત્‍યપ્રકાશ દ્વારા છેલ્લા ૪૭ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગા : ઓશોનું નવું તરોતાજા મેગેઝીન

રાજકોટઃ સંબુધ્‍ધ રહસ્‍યદર્શી સદગુરુ ઓશોના અમુલ્‍ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્‍હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્‍ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવ્‍યુ છે. ત્‍યારે ફરી ઓશોના સાહિત્‍યરૂપી દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોમાં પ્રવચનો સંભાળી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે ઓશો વર્લ્‍ડ નામના મેગેઝીનને ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે ઉપલબ્‍ધ કરાવી સ્‍વામિ સત્‍યપ્રકાશે છેલ્લા ૪૭ વર્ષોથી મેગેઝીનોની વહેચણી જ્ઞાનગંગાને આગળ ધપાવી છે.

ડીેસેમ્‍બર- ૨૨ ઓશો વર્લ્‍ડ મેગેઝીનના મુખ્‍ય કેન્‍દ્ર બિંદુઓ તુમ સ્‍વયં પરમાત્‍મા હો, ધ્‍યાન કિ મુસ્‍કાન એક નયા, નજરીયા અપનાયે, અમૃત મે ડૂબે સ્‍વામી ઓમપ્રકાશ જીવન કામ યા ઉત્‍સવ આનંદ કૈસે બના રહે, અંતર્યાત્રી કી દિશા ઔર લક્ષ્ય, કર્મો કા ફલ તત્‍કાલ, ઉપવાસ અર્થાત આત્‍મા કે  નિકટવાસ, આપ અપને માલીક હૈ યા કોઇ ઔર?, મૃત્‍યુઃ અમૃત દ્વારયોગી કિ આત્‍મકથાઃ એક  અસંૅભાવના, ધ્‍યાન બહુત સહજ હૈ, પ્રેમ નીયમ નહી જાનતા, આદમી હો યા કોલ્‍હું કા બેલ? ભકિત કી આગ, ધ્‍યાન ઉપલબ્‍ધી કિતના સમય? તુમ સ્‍વયં પરમાત્‍મા હો, પૂર્ણ હોકર રુદન થી યુગ-ગાન બનતા હૈ, સંદેશ પત્ર, ધારાવાહિક, બોધકથા, રહસ્‍યદર્શી સદગુરૂ, સ્‍વાસ્‍થ્‍ય, ધ્‍યાન દર્શન, વિજ્ઞાન ભૈરવ તંત્ર, સમાચાર સમાજ્ઞા, આગામી ધ્‍યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ મેટ લેમીનેશનમાં ૮૦ પેઇઝના માસીક મેગેઝીન ઓશો વર્લ્‍ડની છુટક કિંમત ૧૫૦ રૂા છે. વાર્ષિક મેમ્‍બરશીપ ૧૮૦૦ રૂા. કુરીયર સાથેનો છે.

માં યોગ નિલમનું પુસ્‍તક બીજીંગ એટ હોમ ચારસો પેઇઝનું છે. જેમાં ૨૦ પેઇઝ આર્ટ પેપરમાં નિલમમાંના ૧૫૦ ફોટોગ્રાફસ વિવિધ વીઆઇપી વ્‍યકિત જેવીકે દિલીપકુમાર, મહેન્‍દી હસન, ધર્મેન્‍દ્ર હેમામાલીની , હરિપ્રસાદ ચોરસીયા, ઝાકીર હુસેન, પૂર્વ પી.એમ. મનમોહનસિંઘ, ચંદ્રશેખર, રામકૃષ્‍ણ હેગડે, શિવમણી શિવકુમાર શર્મા તેમજ ભારતની વેલનોન કંપનીના સીઇઓ તથા ચેરમેન દ્વારા તેમને પારિતોષ આપીને બહુમાન કરતા તેમજ ઓશો સાથેના અનેક ફોટા જોતાજ ધ્‍યાન લાગી જાય અને વાંચતા વાચતા સમાધી લાગી જાય તેવું પુસ્‍તક છે. ટોટલ પેઇજ ૪૦૦, ૨૨ ફોટોગ્રાફસ. બાઇડીંગ વાળા પુસ્‍તકની કિંમત ૧૨૦૦/-

પુનાથી પ્રકાશીત થતું માસીક મેગેઝીન યૈસ ઓશો દ્વારા હરસાલ ડાયરી અને કેલેન્‍ડર પ્રકાશીત કરે છે. જેનું ટાઇટલ છે. ધ આર્ટ ઓફ ગીવીંગ એન્‍ડ રીસીવીંગ ઓશોની ડાયરી હિન્‍દી તથા અંગ્રેજીમાં છે. તારીખ વગરની છે. ટેબલ કેલેન્‍ડર છે. સેટનો ભાવ ૭૦૦ છે. કુરીયરથી મોકલવાનો ચાર્જ અલગ હોવાનું જણાવ્‍યુ છે.

ઉપરોકત પુસ્‍તક, ડાયરી કેલેન્‍ડર તથા ઓશો વર્લ્‍ડ માસીક મેગેઝીનનું લવાજમ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલરોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ પરથી મેળવી શકો છો તથા લવાજમ ભરી શકાય છે.

ઓશો વર્લ્‍ડ મેગેઝીન રાજકોટ સીટીમાં આવેલ રાજેશબુક સ્‍ટોલ, ભુતખાના ચોક, પોલીસચોકી સામે, રાજકોટમાં પણ ઉપલબ્‍ધ છે. વિશેષ માહિતી માટે સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજય રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:44 pm IST)