Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના માવતરો માટે પ દિ'ની યાત્રાઃ સહયોગી બનો

રાજકોટ તા. ર૮ :.. લોધિકા તાલુકાનું ઢોલરા ગામ જયાં ૧૯૯૮ માં સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરો માટે દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમની સ્‍થાપના કરવામાં આવેલી. જેમાં હાલ પપ વડિલો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહ્યા છે. દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમમાં રહેતા માવતરો પાસેથી કોઇપણ જાતનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. માત્ર દાતાઓના દાનથી સંસ્‍થા છેલ્લા રપ વર્ષથી કાર્યરત છે.

દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમનું હાલ રપ મું વર્ષ ચાલી રહ્યું હોય જેના ભાગરૂપે સમગ્ર વર્ષ સેવાકીય પ્રવૃતિઓ થવાની છે. તા. ર૭-ર થી તા. ૩-૩- સુધી દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમના માવતરો શ્રીનાથજી, એકલિંગજી, સાવરીયા શેઠ, મવડી સહિતના ધાર્મિક સ્‍થળોએ યાત્રાએ જનાર છે. જેમાં તમામ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સંસ્‍થાના વડીલો સાથે ૪ થી વધુ કાર્યકર્તા પણ જોડાનાર છે.

દાતાઓ આ યાત્રા માટે દાન આપવા ઇચ્‍છતા હોય તો સંસ્‍થાના અનુપમ દોશી મો. ૯૪ર૮ર ૩૩૭૯૬, સુનીલ વોરા ૯૮રપર ૧૭૩ર૦ તેમજ નલીન તન્ના ૯૮રપ૭ ૬પ૦પપ ઉપર સંપર્ક કરી શકે છે.  યાત્રાની સંપૂર્ણ વ્‍યવસ્‍થા મુકેશ દોશી અને અશ્વિનભાઇ પટેલના નેતૃત્‍વ નીચે થઇ રહી છે. જેમાં કિરીટભાઇ આદ્રોજા, ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, પરિમલભાઇ જોશી, જયેન્‍દ્રભાઇ મહેતા, હસુભાઇ રાચ્‍છ, હસુભાઇ શાહ, ભરતભાઇ કલ્‍યાણી સહિતના વ્‍યવસ્‍થા સંભાળી રહેલ છે.

 

(3:37 pm IST)