Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીઃ સામાન્ય ઉમેદવારે ફોર્મ સાથે ૩ હજાર તો સ્ત્રી અને રીઝર્વ ઉમેદવારે રૂ. ૧૫૦૦ની ડીપોઝીટ આપવી પડશે

ફોર્મ ભરનાર જે વોર્ડમાંથી ચૂંટણી લડે ત્યાંનો નાગરિક હોવો જરૂરીઃ તા. ૬ સુધીમાં મેન્ડેટ ફરજીયાત : ફોર્મ ભરવા સમયે મિલ્કત-ગુન્હા અંગેનું સોગંદનામુ, કેટલા બાળક, ઘરમાં શૌચાલય છે કે નહીં ? વિગેરે જણાવવુ પણ ફરજીયાત : પક્ષના ઉમેદવારે ૧ દરખાસ્ત કરનાર તો ૧-ટેકેદાર રજૂ કરવા પડશેઃ અપક્ષ ઉમેદવારે ૧૦ દરખાસ્ત કરનાર અને ૧૦ ટેકેદાર રજુ કરવા પડશે

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા અને સોમવારથી ફોર્મ પણ ભરવાનુ શરૂ થશે.

દરમિયાન કલેકટર કચેરીના ચૂંટણી શાખાના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે આ વખતે ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારે ફોર્મ સાથે ૩ હજાર તો સ્ત્રી અને રીઝર્વ ઉમેદવારે ફોર્મ સાથે રૂ. ૧૫૦૦ની ડીપોઝીટ આપવી પડશે.

ફોર્મ ભરનાર જે વોર્ડમાંથી ચૂંટણી લડે તે વોર્ડનો તે નાગરીક હોવો ફરજીયાત છે. તેમનુ નામ મતદાર યાદીમાં હોવુ જરૂરી છે. પક્ષમાંથી ફોર્મ ભરનારે તા. ૬ના બપોરે ૩ સુધીમાં પક્ષનું મેન્ડેટ ફરજીયાતપણે આપવાનુ રહેશે.

ફોર્મ ભરવા સમયે ઉમેદવારે મિલ્કત અને ગુન્હા અંગેનું સોગંદનામુ, મિલ્કતનું વર્ણન, બાળકો કેટલા છે ? ૨થી વધુ ન હોવા જોઈએ તથા ૨૦૦૬ પછી ત્રીજુ બાળક ન હોવું જોઈએ. પોતાના ઘરમાં ટોયલેટ છે કે નહીં ? તથા ૧ ડમી ઉમેદવારનું ફોર્મ રજુ કરવાનુ રહેશે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે પક્ષના ઉમેદવારે ફોર્મ ભરવા સમયે ૧ દરખાસ્ત કરનાર તો ૧ ટેકેદારનું ફોર્મ રજુ કરવાનુ રહેશે તો અપક્ષ ઉમેદવારે ૧૦ ટેકેદારો અને ૧૦ દરખાસ્ત કરનાર મળી કુલ ૨૦ સેટ રજૂ કરવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીઃ કયા વોર્ડમાં કયા અધિકારી સમક્ષ કયા ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ૧લી તારીખથી ફોર્મ ભરી શકાશે. કલેકટર તંત્રની ચૂંટણી શાખાએ કયા વોર્ડમાં કયા અધિકારી સમક્ષ કયા ફોર્મ ભરી શકાશે ? તેની વિગતો-ફોર્મ નંબર પણ જાહેર કર્યા છે.

વોર્ડ

રીટર્નીંગ ઓફિસર

ઓફિસ અને ફોન નંબર

૧ થી ૩

શ્રીમતિ પૂજા જોટણીયા

નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી જૂની કલેકટર કચેરી મો. ૯૯૭૪૯ ૪૮૬૪૩

૪ થી ૬

શ્રી ડી.બી. આર્ય

નાયબ નિયામક જમીન દફતર-જામનગર રોડ મો. ૯૯૭૮૩ ૦૪૭૬૩

૭ થી ૯

શ્રી પૂજા બાવડા

જીલ્લા પુરવઠા અધિકારી કલેકટર કચેરી મો.૭૫૬૭૦ ૨૧૬૮૨

૧૦ થી ૧૨

શ્રી ચૌધરી

જીલ્લા રજીસ્ટ્રાર-બહુમાળી મો. ૯૪૨૭૨ ૨૫૮૮૦

૧૩ થી ૧૫

શ્રી એસ.એમ. ગઢવી

રાજકોટ સીટી પ્રાંત-૧ જૂની કલેકટર કચેરી મો. ૭૫૬૭૦ ૦૯૪૦૮

૧૫ થી ૧૮

શ્રી કે.વી. મોરી

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર બહુમાળી ભવન મો. ૯૨૨૭૭ ૫૩૬૫૬

આ કાપલી સાચવી રાખો સવારે ચા સાંજે અકિલા

(3:28 pm IST)