Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

મવડી ગામ સ્મશાન પાસે રહેતા યુપીના પ્રેમ નીશાદનો ગળાફાંસો ખાઇ આપઘાત

આર્થીક ભીંસથી કંટાળી યુવાને પગલુ ભર્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૩૦ : મવડી ગામ કણકોટ રોડ પર સ્મશાનની બાજુમાં રહેતા યુપીના યુવાને આર્થિક ભીંસથી કંંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી ગામ કણકોટ રોડ પર સ્મશાનની બાજુમાં બનેવી સાથે રહેતા પ્રેમ બાબુભાઇ નીશાદ (ઉ.વ.૨૨) એ ગઇકાલે ઓરડીમાં સીમેન્ટની આડીમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેને મિત્ર તેને બોલાવવા માટે આવ્યો ત્યારે દરવાજો બંધ હોઇ, ખખડાવતા તેને ન ખોલતા દરવાજો તોડીને અંદર યુવાનને લટકતી હાલતમાં જોતા તેણે તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી વિજયભાઇને તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ એ.જી.અબાસણા તથા રાઇટર રમેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પ્રેમ નીશાદ એક બહેનમાં મોટો હતો તે રાજકોટમાં તેના બનેવી સાથે રહેતો હતો અને પાણીપુરીનો ધંધો કરતો હતો. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

(11:45 am IST)