Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સ્માર્ટ સીટીના અંદાજો ખોટા સાબીત : ર૦૧૭નું બજેટ રપ અબજમાંથી ૧૨ અબજનું થઇ ગ્યુ

ર૦૧૭-૧૮નું રિવાઇઝડ બજેટ ૧ર૦૦ કરોડનું કરવું પડયું: અનેક યોજનાઓ કાગળમાં જ રહી ગઇ

રાજકોટ, તા., ૩૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષે ૨૦૧૭-૧૮નું બજેટ રપ અબજનું બનાવયું હતું. પરંતુ હવે વર્ષે પુર્ણ થતા વાસ્તવિકતા સામે આવી અને રપ અબજનું બજેટ ઘટીને ૧ર અબજે પહોંચી ગયું.

બજેટમાં પ૦ ટકા જેટલો ઘટાડો કેમ થયો? તેવા પ્રશ્નનાં ઉતરમાં મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ સ્વીકાર્યુ હતું કે ગત વર્ષનાં બજેટમાં ૧૦૦૦ કરોડ સ્માર્ટ સીટી ડેલપમેન્ટની યોજનાઓ માટે મુકાયા હતા. પરંતુ આ માટેની ગ્રાન્ટ નહી મળતા આ શકય થઇ ન શકયુ. જો કે હવે સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ માટે અલગ કંપની બનાવીને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ આવે તેમાંથી સ્માર્ટ સીટીની યોજનાઓ સાકાર થશે. આથી બજેટ જોગવાઇ થશે.

આમ ગત વર્ષના બજેટમાં સીધો ૧૦૦૦ કરોડની ઘટ્ટ સ્પષ્ટ છે. આ ઉપરાંત નવા પેડસ્ટુબ બ્રીજ સહીતની અનેક યોજનાઓ પણ માત્ર મગળીયામાં જ રહી ગઇ છે. આમ કોર્પોરેશનનાં ગત વર્ષના બજેટમાં પ૦ ટકા જેટલા અંદાજો ખોટા સાબીત થયા છે.

(4:34 pm IST)