Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રાજારામ મોહનરાય શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

 રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા નં. ૯૪, ખાતે ૬૯ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યુ હતાં. શાળાના આચાર્ય જુહીબેન અને મુખ્ય શિક્ષક મધુબેન સહિતના શિક્ષકગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળામં રંગોળી અને સ્ટેજ સુશોભનનું કાર્ય બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન સંસ્થાના કાર્યકરોએ કર્યુ હતું. જેમાં હીરેનભાઇ દૂધાત્રા, અજયભાઇ મુરાસીયા, મોહિત પ્રજાપતિ, જયદિપભાઇ પટેલ, અમિતભાઇ પટેલ, યતીશભાઇ પટેલ, સુશીલાબેન પટેલ, પારૂલબેન પટેલ, કેજસભાઇ વિઠલાણી, સંગીતાબેન પટેલ, વગેરે મોડીરાત સુધી રંગોલી સુશોભન કર્યુ હતું. ધ્વજવંદન પ્રસંગે વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, બીનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૦ ના ભાજપના પ્રમુખ રજનીભાઇ ગોલ, સામાજીક આગેવાન રાજુભાઇ જુંજા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:29 pm IST)