Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સંજયભાઇ રાજગુરૂ કોલેજમાં કલ્ચરલ અને સ્પોર્ટસ કાર્નિવલ

શહેરના મોરબી રોડ પર આવેલી સંજયભાઇ રાજગુરૂ ડીગ્રી, ડીપ્લોમાં તથા બી.એસ.સી.કોલેજમાં કલ્ચરલ અને સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણી કરવામાં આવેલ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.  મ્યુ.કોર્પો.ના વિરોધ પક્ષના લોકલાડીલા નેતા વશરામભાઇ સાગઠીયાના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી. ત્યારબાદ કોંગ્રેસના અગ્રણી યુવા નેતા મિતુલભાઇ દોંગાના હસ્તે કાનિર્વલના પ્રતીક સમાન મશાલ પ્રજવલીત કરી કાનિર્વલનો શુભારંભ કરેલ. ગાયન, નૃત્યુ, રંગોળી, પેઇન્ટીંગ વગેરે તેમજ સ્પોટસમાં ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, બેડમીન્ટન વગેરેનું આયોજન કરેલ હતું. આ તકે સરહદ પર શહીદ થયેલા આપણા ભારતમાતાના પનોતા પુત્રો કે જેઓએ મરણોતર પરમવીર ચક્ર મેળવેલ તેઓને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલી અર્પણ કરેલ. કાર્નિવલને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંસ્થના ડીગ્રી, ડીપ્લોમાં અને બી.એસ.સી.ના આચાર્યઓ તથા સંસ્થાના ડાયરેકટર તેમજ તમામ વિભાગના વડાઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી.(૬.૨૫)

(4:28 pm IST)