Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમન સોશ્યલ ગ્રુપ દ્વારા ફુલછાબ ચોકમાં ધ્વજવંદનઃ દેશભકિત ખીલી ઉઠી

રાજકોટ : ર૬મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં પહેલીવાર રાષ્ટ્રીય ગૌરવયાત્રા ર૦૦ ફુટના રાષ્ટ્રીય ધ્વજ સાથે ફુલછાબ ચોક પહોંચતા અમન સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરના મુસ્લિમ સમાજે આયોજકના મીઠા મોઢા કરાવીને યાત્રાને આવકારેલ હતી. શહેરના મુસ્લિમ સમાજે રાષ્ટ્રના ખુશીના તહેવાર પ્રજાસત્તાક પર્વએ ફુલછાબ ચોકમાં ગણતંત્ર દિનની ધામધુમપુર્વક ઉજવણી કરી હતી. રાજકોટ શહેરના દલિત-મુસ્લિમ અગ્રણી કોમી એકતાના પ્રતિક પુર્વ કોર્પોરેટર મર્હુમ ગનીબાપુ કાળાભાઇ કટારીયાએ રાજકોટમાં ફુલછાબ ચોકમાં ધ્વજવંદનના કાર્યક્રમને શરૂઆત રાષ્ટ્રપ્રેમી ગનીબાપુએ કરી હતી. આ પરંપરાને દર વર્ષે ચાલુ રાખવાનુ તેમના પુત્રો હબીબરભાઇ ગનીબાપુ કટારીયા અને યુસુફભાઇ ગનીબાપુ કટારીયાએ બીડુ ઝડપ્યુ છે. એ પરંપરાને ચાલુ રાખતા ર૬મી જાન્યુઆરીએ ગણતંત્ર દિનની ઉજવણી દલિત અગ્રણી શામજીભાઇ ચાવડા (એડવોકેટ), મૌલાના અનશ સાહેબના મુબારક હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવેલ હતો. શહેરના વિવિધ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાના અનશ સાહેબ, આસીફભાઇ ખોખર, દલિત અગ્રણી શામજીભાઇ ચાવડા, ભીખાભાઇ તેમજ ધનજીભાઇ પરમાર, પ્રવિણભાઇ ચાવડા, બહુજન સમાજના પ્રમુખ દિનેશભાઇ પડાયા, દલિત અગ્રણી અશોકભાઇ પુરબીયા, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ઓએબભાઇ સોદાગર, હાજી ફારૂકભાઇ ગવલી, સુલેમાનભાઇ સંધાર, રહીમભાઇ સોરા, યુસુફભાઇ કાલાવડીયા, શઇદભાઇ સોદાગર, નરેશભાઇ મકવાણા, હુસેનભાઇ દલ, જલાલભાઇ સંધાર, રહીમભાઇ સોરા, યુસુફભાઇ કાલાવડીયા, શઇદભાઇ સોદાગર, નરેશભાઇ મકવાણા, હુસેનભાઇ દલ, જલાલભાઇ, સલીમભાઇ કારીયાણી, યુનુસભાઇ જુણેજા (જય હિન્દ), બાબભાઇ દલ, મૌલાના સફીભાઇ મેમણ, ગવલીવાડના મોઅઝીન અ. અઝીઝભાઇ, ઇરફાનભાઇ સાદોશભાઇ, મુસાભાઇ જીંદા, લાલાભાઇ બારોટ, શબ્બીરભાઇ કુવાડીયા, સતારભાઇ (એસ.કે.), ઇસ્માઇલભાઇ બેલીમ, સાજીદ શોયેબભાઇ, યુનુસભાઇ કટારીયા, હસનભાઇ દલવાણી, હાજી અબ્દુલ ગનીભાઇ શેખ, ઇકબાલભાઇ મકરાણી, વાહીદભાઇ રાઉમાં, જાબીરભાઇ ગવલી, જમાલભાઇ હાસમબાપુ કટારીયા, ચીનુમામુ, શાંતુભાઇ ખુમાણ, રાજપુત સમાજના મોહનભાઇ સોઢા, ભરવાડ સમાજના ભીખાભાઇ, મેરા ભારત મહાનવાળા મહેમુદભાઇ ચાવાળા બહેનોમાં ઇલાબેન બ્રહ્મખતરી, અસ્માબાનુ મહંમદ યાકુબ મેમણ, ડિમ્પલબેન ચાવડા, રશીદાબેન અઝીઝભાઇ, એમીબેન કટારીયા, ફાતમાબેન શાહમદાર, અમુબેન દલવાણી, નસીમબેન કટારીયા, અમીનાબેન દલવાણી, મુમતાઝબેન ચૌહાણ વગેરે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમ યુસુફભાઇ કટારીયા મો.૭૭૭૭૯-૯૩૦૭૧ અને હાજી સોયબભાઇ સોદાગરની સંયુકત યાદી જણાવે છે.(૩-૧૪)

(4:21 pm IST)