Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કુબલીયાપરામાં જુગાર રમતા યોગેશ સુરાણી પકડાયો

દેવીપૂજક સહિત સાત શખ્સો પોલીસને જોઇ ભાગી ગયા

રાજકોટ, તા. ૩૦ :  કુબલીયાપરા મચ્છી ચોકમાં થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા એક શખ્સને પકડી લીધો હતો જયારે બીજા સાત શખ્સો નાશી ગયા હતા.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. ઝાહીરભાઇ, કોન્સ. મશરીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કુબલીયાપરા મચ્છી ચોકમાં દરોડો પાડી જુગાર રમતા યોગેશ નવીનભાઇ સુરાણી (ઉ.વ.ર૭) (રહે. જયજવાન જય કિશાન સોસાયટી-પ) ને પકડી લઇ રોકડ સહિત રૂ. પપ૦૦ની મતા કબ્જો કરી હતી. જયારે રમેશ દેવીપૂજક સહિત સાત શખ્સો પોલીસને જોઇ નાશી જતા પોલીસે શોધખોળ આદરી છે.

(2:34 pm IST)