Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વર્ધમાનનગરમાં સોની વૃધ્ધા પ્રમીલાબેન પાટડીયાનો ૮૦ હજારનો માળાની ચીલઝડપ

સોની વૃધ્ધા મકાનના ગેઇટ પાસે ઉભા હતા : બે શખ્સો વૃધ્ધાના ગળામાં ઝોંટમારી નાસી ગયા

રાજકોટ, તા. ૩૦ :  વર્ધમાનનગરમાં સોની વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી બે ચીલઝડપકારો રૂ. ૮૦ હજારની સોનાની માળા ઝંુટવી નાશી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વર્ધમાનગનર શેરી નં. ૧/૬માં રહેતા પ્રમીલાબેન જયચંદભાઇ પાટડીયા (ઉ.વ.૬૭) તેના ભત્રીજા વહુ લીનાબેન કેતનભાઇ પાટડીયા સાથે મકાનના ગેઇટ પાસે ઉભા રહી વાતો કરતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇ પર આવી સોની વૃધ્ધાના ગળામાં ઝોંટમારી રૂ. ૮૦ હજારની સોનાની માળાની ચીલઝડપ કરી નાશી ગયા હતા. બનાવ બનતા વૃધ્ધાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.એમ. રાઠવા તથા રામભાઇએ સ્થળ પર પહોંચી વૃધ્ધાની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.

(2:34 pm IST)