Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કાલે બુધવારે ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણના ત્રણ રંગરૂપ સુપર મૂન-બ્લુ મૂન અને બ્લડ મૂન

વિક્રમ સંવત-૨૦૭૪ ઈ.સ.૨૦૧૮નું પ્રથમ ગ્રહણ ચંદ્રગ્રહણ છે. જે મહા મહિનાની પૂર્ણિમાએ તા.૩૧ જાન્યુઆરીને બુધવારના દિવસે આવે છે. આ ચંદ્રગ્રહણ ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. જે સંપૂર્ણ ભારતમાં જોવા મળશે.

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશો જેવા કે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલીયા, મેકસીકો, પૂર્વ રશીયા, ન્યુઝીલેન્ડ તથા હિંદ મહાસાગર, પેસેફીક મહાસાગર વગેરે મહાસાગરોમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે.

જાણકારોના કહેવા મુજબ ૩૧ જાન્યુઆરીના ચંદ્રગ્રહણમાં ચંદ્રના ત્રણ અલગ રંગરૂપ જોવા મળી શકે છે જેને સુપર મુન, બ્લુ મુન અને બ્લડ મુન તરીકે ઓળખવામાં આવે છે. જો કે ચંદ્રના દેખાવમાં બદલાવ ગ્રહણ સમયના વાતાવરણ ઉપર આધારીત છે.

આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું રહેશે. જે લોકોની શાસ્ત્રમાં શ્રધ્ધા અને ઈચ્છા હોય તેઓ આ ગ્રહણ શાસ્ત્રની આશા મુજબ પાળી શકે છે. ગ્રહણના સમયે શ્રી ભાગવતના નામનું સંર્કિતન ઉચ્ચ શ્વરે કરવું, મહામૃત્યુંજયનો જાપ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો, ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો, વૃધ્ધ અને અશકત લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.

ચંદ્રગ્રહણ સમયે દાનનું મહાન ફળ

ધર્મગ્રંથો વરાહપુરાણ, બૃહદ નારદપુરાણ વગેરેમાં ચંદ્રગ્રહણ સમયે જે દાન કરવામાં આવે તેનું ફળ કેટલા ગણુ પ્રાપ્ત થાય તે જણાવતા કહયું છે કે, અમાસના દિવસે દાન દસ ગણુ, ક્ષય તિથીએ દીધેલુ તેનાથી સો ગણુ, સંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણુ, તુલા અને મેષ સંક્રાંતિએ આપેલુ તેનાથી સો ગણુ, યુગાદિએ આપેલુ તેનાથી સો ગણુ, ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલુ તેનાથી સો ગણુ અને ચંદ્રગ્રહણમાં આપેલુ તેનાથી સો ગણુ ફળ આપે છે. અન્નદાન, જલદાન, વસ્ત્રદાન, દીપદાન, દૂધ-દહીં-ઘી-કપુર-ચોખા- ગોળ- સાકર- સોપારી ઋતુ અનુસાર ફળ વગેરેનું દાન આપવું.

ચંદ્રગ્રહણનો સમય

ભારતીય સમય પ્રમાણે તા.૩૧ને બુધવારના દિવસે ગ્રહણ સ્પર્શ-સાંજે ૫:૧૮ ક.મી, ગ્રહણ મધ્ય- સાંજે ૭ કલાકે, ગ્રહણ મોક્ષ- રાત્રે ૮:૪૨ ક.મી., ગ્રહણનો કુલ સમય ૩:૨૪ ક.મી. રહેશે.

આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોવાથી તેની પૃથ્વી, જળ, આકાશ, મનુષ્ય, પશુ-પક્ષી- પ્રાણી વગેરે ઉપર વ્યાપક અસરો પડી શકે છે.

રાશીવાર મનુષ્ય ઉપર સામાન્ય રીતે આ અસરો જોવા મળી શકે છે.

(૧) મેષ રાશી        -        નોકરી, ધંધામાં વૃધ્ધિ

(૨) વૃષભ   -        સાવધાની પૂર્વક કર્મ કરવાથી લાભ મળી શકે.

(૩) મિથુન   -        વિશેષ કાળજી રાખવી

(૪) કર્ક      -        વિશેષ સંભાળ રાખવી કારણ કે ગ્રહણ કર્ક રાશીમાં થશે ગ્રહણ શરૂ પુષ્પ નક્ષત્રમાં તથા ગ્રહણ પૂર્ણ આશ્લેશા નક્ષત્રમાં થશે.

(૫) સિંહ     -        આર્થિક નુકશાન ન થાય તેની તકેદારી રાખવી

(૬) કન્યા    -        અણધાર્યો ધન લાભ થઈ શકે

(૭) તુલા     -        વિવેકપૂર્વક કર્મો કરવા

(૮) વૃશ્રિક   -        નિરાશા ન રાખવી મહેનતથી સફળતા મળશે

(૯) ધન     -        કર્મમાં કાળજી રાખવી

(૧૦) મકર   -        ધીરજ ન ગુમાવવી- સફળતા મળી શકે

(૧૧) કુંભ    -        કર્મમાં વ્યગ્રતા ન આવવા દેવી

(૧૨) મીન   -        નિરાશ ન થાવુ મહેનતથી સફળતા મળશે.

સંકલન : શ્રી નિશીથ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર મો.૯૨૨૭૫ ૪૬૫૫૫

(11:46 am IST)