Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ખાદ્ય પદાર્થ શુધ્ધતા ચકાસણી સમિતિમાં માજી સાંસદ રમાબેન માવાણીની નિમણૂંક

રાજકોટ, તા. ર૯ :  કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા તાજેતરમાં સહી ભોજન, બહેતર જીવન સુત્રને સાર્થક કરવા અને ભારતના નાગરીકોને પોષણયુકત શુધ્ધ આહાર સમ્પન્ન કરાવના હેતુથી રચવામાં આવેલ અગત્યની સમિતિમાં માજી સંસદ સદસ્યા અને ગ્રાહ સુરક્ષા પ્રવૃત્તિના પ્રરેણતા શ્રીમતિ રમાબેન માવાણીનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ સમિતિની પ્રથમ બેઠક તા. ૩૦ના બપોરે ૪ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં મળનાર છે. બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેકટર શ્રીમતિ રૈમ્યા મોહન સંભાળનાર છે.

સમિતિ દ્વારા જાહેર સ્થળો, સ્કુલો, કોલેજો, હોસ્પિટલ્સ અને ગામડે-ગામડે ખોરાકની શુધ્ધતા સંબધે જાહેર કાર્યક્રમોનો આયોજન થશે. સંબંધિત કોઇ ફરીયાદ કે સુચન હોય તો શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩ર૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ મો. ૯૪ર૬ર ૦૧૬૧૧ ને મોકલી આપવા રમાબેન માવાણીએ અપીલ કરી છે.

(3:41 pm IST)