Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હત્યા કેસના મહીલા આરોપીનો જામીન ઉપર છુટકારો

રાજકોટઃ તા.૨૯,  આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, અમરનગર બાપાસીતારામ ચોકમાં રહેતા રાહુલ સોલંકીએ આજથી ૬-માસ પહેલા દિવ્યા સાથે પ્રેમલગ્ન કરેલ હતા જે અંગે દિવ્યાના ઘરના સભ્યોએ રાહુલ ઉપર ખાર રાખી ગત તા.૨૯/૦૮/૨૦૨૦ ના રોજ ઘરમાં આવી ધોકા અને પાઈપ વડે રાહુલ પર હુમલો કરેલ હતો.

આ બનાવ અંગેની ફરીયાદ ગુજરનાર રાહુલ સોલંકીના માતા અંજુબેનએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૩૦૭ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. ત્યારબાદ ચાલુ સારવાર દરમ્યાન રાહુલ સોલંકીનુ અવસાન થતા સદરહું બનાવ હત્યાના કેસમાં તબદીલ થયેલ અને કલમ-૩૦૨નો ઉમેરો થયેલો. ફરીયાદી અંજુબેનએ એફ.આઈ.આર.માં માત્ર ૮-વ્યકિતિઓના જ નામ લખાવેલા હતા. ત્યારબાદ પોલીસએ આ ગુન્હામાં કુલ-૧૬ આરોપીઓની અટક કરી અને ચાર્જશીટ ફાઈલ કરેલ છે જે પૈકી મહીલા આરોપી હેમીબેન દેવજીભાઈ પોરડીયા એ તેઓના એડવોકેટ શ્રી હરેશ બી. પરસોંડા મારફત રાજકોટના એડીસ્શન ડીસ્ટ્રીકટ જજ શ્રી સમક્ષ જામીન અરજી દાખલ કરેલી જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરેલી જેમાં આરોપી તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામા આવેલી કે, હેમીબેનનું એફ.આઈ.આર. માં નામ નથી. હેમીબેન સ્થળ પર હાજર હોય એવા કોઈ પુરાવા નથી. તેમજ હેમીબેન પાસેથી પોલીસ એ કોઈ રીકવરી / ડીસ્કવરી કરેલ નથી. તેમજ હત્યાના પુર્વ કાવતરામાં હેમીબેનનો કોઈ રોલ હોય તેવી કોઈ હકીકત ચાર્જશીટમાં જણાય આવતી ન હોવાથી આ કામના આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરવામાં આવેલ.

  ઉપરોકત દલીલ ધ્યાને લઈ કેસના સંજોગોને આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી વિક્રમ નાથ સાહેબે આરોપી હેમીબેન દેવજીભાઈ પોરડીયાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં અરજદાર તરફે એડવોકેટ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી હરેશ બી. પરસોંડા, પીયુષ ડી. ઝાલા, વિવેક એન. સાતા, ઋષીરાજ જે. ચૌહાણ, દિવ્યેશ લાખાણી, સાજીદ કકકલ તથા હાઈકોર્ટના એડવોકેટ શ્રી રથીન પી. રાવલ રોકાયેલા હતા.

(2:51 pm IST)