Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે એનુઅલ સ્પોર્ટસ ડે ભવ્ય રીતે ઉજવાયો

રાજકોટ તા.ર૯ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રીનવુ ઇન્ટરનેશનલ સ્કુલ કાલાવડ રોડ રાજકટ ખાતે એન્યુલ સ્પોર્ટસ ડેનું ભવ્ય આયોજન થયું હતુ. કે.જી. ધો.ર સુધીના વિદ્યાર્થીઓ અને ધો.૩ થી ધો.૧૦ના વિદ્યાર્થીઓએ સ્પોર્ટસની ઉજવણીમાં ભાગ લીધો હતો. એન્યુલ સ્પોર્ટસ ડેના કાર્યક્રમની શરૂઆ માર્ચ પાસ્ટ થી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ હાઉસના ફલેગ સાથે માર્ચીગ કયુ. ત્યારબાદ ફલેટ હોસ્ટિંગ  કરવામાં આવ્યું.

વાર્ષિક સ્પોર્ટસ ડે ની મશાલ પ્રગટાવવામાં આવી. એન્યુલ સ્પોર્ટસ ડે માં વિદ્યાર્થીઓએ પ૦ મીટર રેસ, ૧૦૦ મીટર રેસ, ર૦૦ મીટર રેસ, રીલ રેસ, શેક રેસ, રોબોટ રેસ, બેલેન્સીંગ રેસ, સોટ પુટ, ડિસ્કસ થ્રો જેવી ગેમ્સમાં ભાગ લીધો અને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મુજબ મેડલ્સ તેમજ સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું.

ઉપસ્થિત વાલીઓ માટે પણ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં શ્રી સિધધાર્થ વ્યાસ (સ્કેટીંગ સ્ટેટ ચેમ્પિયન) શ્રી કુલદીપ રાવલ (રણજી અને આઇપીએ પ્લેયર), શ્રી રોહિતભાઇ બુંદેલા (ડીસ્ટ્રીકટસિલેકટર ફુટબોલ એસો.) શ્રી બાલસિંહજી સરવૈયા, (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીયન મેમ્બર) શ્રી દુષ્યંતસિંહ જાડેજા (સીનીયર હોકી પ્લેયર) શ્રી અજય ભટ્ટ (ભુતપુર્વ સંતોષ ટ્રોફી પ્લેયર) શ્રી કુલદીપ શર્મા (રણજી પ્લેયર) શ્રી બી. ડી. જાડેજા (ચેરમેન ઓફ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ) શ્રી ક્રિપાલસિંહ જાડેજા (ચેરમેન ઓફ રોજર મોટર્સ) શ્રી શીતલબા જાડેજા (મેનેજીંગ ડીરેકટર એરોસ્ટાર જેટ ટ્રેનીંગ એકેડમી) હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પોર્ટસ હેડ શ્રી ભુવનેશ્વરી જાડેજાનું યોગદાન હતુ. પ્રિન્સીપાલ શ્રી હેતલ પરીખ તેમજ સમગ્ર સ્પોર્ટસ સ્ટાફ તેમજ શિક્ષકગણોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. સંચાલન શ્રી નિખિલ કુલકર્ણી (એચ.ઓ.ડી.) શ્રી નીલમરીબા ઝાલા (એચ.ઓ.ડી.) તેમજ શ્રી નીરાલીબા જાડેજા (એચ.ઓ.ડી.) કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્કુલના ડાયરેકટર મયુરસિંહ જાડેજાએ કરેલ હતુ. (

 

(4:15 pm IST)