Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

આજથી પરિશ્રમ સ્કૂલના પટાંગણમાં ઓર્ગેનિક મેળો

વિવિધ સ્ટોલ્સ, ગેમ ઝોન, ફૂડ ઝોન, રાઇડ - ડાન્સ - સેલ્ફીઝોન... બાળકોને મોજ આવશેઃ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા સંચાલન

વી.ડી. બાલા સાથે હરેશભાઇ રાઠોડ, માધવીબેન રાઠોડ, દિપકભાઇ વિરડા, જાનકીબેન વાજા, રવિ પોપમાતર, પાયલ ડાભી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.ર૮ : પરિશ્રમ સ્કુલ દ્વારા ફન ીફએસ્ટાનું આયોજન વિદ્યાર્થીની અંદર રહેલા ટેલેન્ટને ખીલવવા અને કલાને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાના સુંદર આશય સાથે તેમજ તેની કલાને પ્રગટ કરી તેનો ઉદાત ઉપયોગ થાય તે માટે પુર્ણ બનાવવામાં પરિશ્રમ સ્કુલ દ્વારા શનિવાર તા.ર૯ અને રવિવા રતા.૩૦ એમ બે દિવસી પરિશ્રમ ફન ફિએસ્ટા -ર૦૧૮નું સુંદર આયોજન કરેલ છે.

આ આયોજન સ્કુલના પટાંગણમાં યોજવામાં આવેલ છે. જેમાં પ્રયામરી, સેકસનથી ધો.૧૧, ૧રના કોમર્સના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો છે.

આ અંગે પરિશ્રમ સ્કુલના સંચાલક શ્રી માધવીબેન ડાંગર અને શ્રી હરેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે આ પરિશ્રમ ફન ફિએસ્ટા ર૦૧૮નું પ્રથમવાર શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ધો.૧૧ - ૧ર કોમર્સના વિદ્યાર્થીઓ  થિયરી શીખે છે. પણ તેઓ સ્વયં ઉદઘોષક બની કાર્યક્રમનું સંચાલન કરે અને તેમને માર્કેટીંગ ઇવેન્ટ  મેનેજમેન્ટ વેચાણ વગેરેનું પ્રેકટીકલ જ્ઞાન મળે તેમજ વાક-છટા કેળવાય અને તુનું કલા, કૌશલ્ય બહાર આવે તે હેતુથી અહી વિવિધ સ્ટોલ જેવા કે કપડા, માટીના વાસણો, સોફટવેર, પુસ્તકો ઉપરાંત સાયકલ તરફ વિદ્યાર્થીઓનો અભિગમ કેળવાય તે માટેનો સાઇકલ સ્ટોર પ્રકૃતિ માટેનો નવરંગ નેચર કલબ જેવા વિવિધ સ્ટોર રાખવામાં આવ્યા છે. (૫૨-૧૯)

(4:13 pm IST)