Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પતિના જેઠાણી સાથેના અનૈતિક સંબંધની ખબર પડી જતાં દિપ્તીબેનને ગાળો દઇ ત્રાસ

મુળ દરજી જ્ઞાતિના આ મહિલાએ ત્રીજા લગ્ન કર્યા છેઃ તેના પતિના બીજા લગ્ન છેઃ અન્ય બનાવમાં કાઉન્સેલિંગની નોકરી કરતાં ગોૈરીબેન પર શંકા કરી છુટાછેડા આપી દેવાની ધમકી આપી ત્રાસ-મારકુટઃ મહિલા પોલીસે બે ગુના દાખલ કર્યા

રાજકોટ તા. ૨૯: બે પરિણીતાને પતિ-સાસરિયા દ્વારા જુદા-જુદા કારણોસર ત્રાસ અપાયાની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં આરાધના સોસાયટીમાં એક પરિણીતાને નાની-નાની વાતે તથા પતિને જેઠાણી સાથે અનૈતિક સંબંધ હોઇ તેનો વિરોધ કરતાં ત્રાસ અપાયાનો આરોપ મુકાયો છે. મુળ દરજી જ્ઞાતિની આ મહિલાએ લોહાણા યુવાન સાથે ત્રીજા લગ્ન કર્યા છે. તો બીજા બનાવમાં હાલ રાજકોટ રહેતી અને વિંછીયાની હોસ્પિટલમાં કાઉન્સીલર તરીકે નોકરી કરતી પરિણીતાને નાની નાની વાતો ગળાો દઇ કરિયાવર માંગી છૂટાછેડા આપી દેવાનું કહી ત્રાસ અપાયાનો આરોપ મુકાયો છે.

હાલ કેવડાવાડી-૪/૧૮ના ખુણે રહેતાં દિપ્તીબેન અજય કુંડલીયા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી મહિલા પોલીસે એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટીમાં રહેતાં તેના પતિ અજય કાંતિલાલ કુંડલીયા, પુત્ર ચિરાગ અજયભાઇ, પુત્રવધૂ સુહાની ચિરાગ તથા ગાયત્રીનગરમાં રહેતાં જેઠ જીતેન્દ્ર કુંડલીયા અને જેઠાણી જ્યોતિ કુંડલીયા સામે આઇપીસી ૧૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.

દિપ્તીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે નવ વર્ષ પહેલા અજય સાથે જ્ઞાતિના રિવાજ મુજબ અને કોર્ટ મેરેજ કર્યા છે. પોતે દરજી જ્ઞાતિના છે. તેણીના આ ત્રીજા લગ્ન છે. તેમજ પતિ અજયના બીજા લગ્ન છે. પતિને બે બાળકો છે, જે સાથે જ રહે છે. જેઠ-જેઠાણી, સાસુ-સસરા બધા સાથે જ રહેતાં હતાં. પ્રારંભે બે વર્ષ પોતાની સારી રીતે રખાાઇ હતી. એ પછી નાની-નાની વાતે ત્રાસ શરૂ થયો હતો. પતિને જેઠાણી સાથે અનૈતિક સંબંધ હોઇ તેની પોતાને જાણ થતાં અને બંનેએ એક રૂમમાં જોઇ જતાં બધાને જાણ કરતાં ત્રાસ શરૂ થયો હતો. આગલા ઘરના દિકરા ચિરાગના લગ્ન થયા બાદ તેણે તેની પત્નિ સાથે મળી જેઠાણીની ચઢામણીથી ત્રાસ શરૂ કર્યો હતો. પતિ દારૂ પીવાની ટેવ પણ ધરાવે છે. પોતે પ્રેગનન્ટ હોઇ પતિએ બાળક નથી જોઇતું તેમ કરીને એબોર્શન કરાવવા પણ દબાણ કરતાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી અને પોતે માવતરે જતી રહી હતી. અંતે પોલીસને અરજી આપી ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં હાલ રાજકોટ આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતાં અને વિંછીયા સરકારી કવાર્ટર નં. ૩માં પણ રહેણાંક ધરાવતાં તેમજ ત્યાંની હોસ્પિટલમાં કાઉન્સેલીંગની નોકરી કરતાં ગોૈરીબેન રાકેશભાઇ સોલંકી (ઉ.૩૪)એ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અનામિકા સોસાયટીમાં રહેતા પતિ રાકેશ રૂપાભાઇ સોલંકી તથા સાયલાના નોલી ગામે રહેતાં સાસુ મીણાબેન, સસરા રૂપાભાઇ, જેઠ અશોકભાઇ, જેઠાણી પારૂલબેન અને દિયર નિલષ્ેા તથા રૂપાવટી રહેતાં જેઠાણીના પિતા સુખાભાઇ ચાવડા વિરૂધધ મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

ગોૈરીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ૨૦૧૭માં રાકેશ સોલંકી સાથે બોટાદ મંદિરમાં અને બાદમાં કોર્ટમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ અમે પતિ-પત્નિ નોલી ગામે સાસુ-સસરાને ત્યાં રહ્યા હતાં. એ પછી વિછીયા સરકારી કવાર્ટરમાં રહેવા ગયા હતાં. શની-રવિની રજામાં અમે નોલી ગામે જતાં હતાં. પણ અમારા લગ્ન સાસરિયાને ગમ્યા ન હોઇ જેથી કરિયાવર બાબતે અને નાની-નાની વાતે એક બીજાને ચઢામણી કરી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. હું વિંછીયા સરકારી હોસ્પિટલમાં નોકરી કરુ છું ત્યાં જેઠાણીના સસરા સુખાભાઇ પટાવાળ છે. તેણે મારા લગ્ન કરાવ્યા હોઇ હવે તે છુટાછેડા માટે દબાણ કરે છે. પતિ સતત મારા પર ખોટી શંકા-કુશંકા કરે છે. ૨૯/૭ના રોજ હું રાજકોટ માવતરના ઘરે આવી હતી ત્યારે પતિએ છુટાછેડાની નકલોમાં સહી કરી આપવા કહેતાંના પાડતાં પતિ અને સાસરિયાએ ધમકી આપી હતી. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

બંને બનાવમાં હેડકોન્સ. જે. જે. માઢક અને જી.વાય. પંડ્યાએ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(4:12 pm IST)