Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વામ્બે આવાસ કવાર્ટરમાં કેતન ઉર્ફ જીમ્મી વાલ્મિકી પર વિજય રાવળદેવનો છરીથી હુમલોઃ એટ્રોસીટી

તું કેમ મારા મિત્ર સાગરને પકડાવી દેવાની ધમકી આપે છે? કહી ડખ્ખોઃ વાલ્મિકી યુવાન કેતન સામે પણ વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનામાં રહેતાં વાલ્મિકી યુવાનને પડોશમાં જ રહેતાં રાવળદેવ યુવાને તું કેમ મારા મિત્રને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપે છે...તેમ કહી ગાળોદઇ મારામારી કરહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો છે. સામા પક્ષે રાવળદેવ યુવાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

વામ્બે આવાસ યોજના કવાર્ટર નં. ૧૧ બ્લોક નં. ૫૫માં રહેતાં અને સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં કેતન ઉર્ફ જીમ્મી રાજેશભાઇ ચાવડા (ઉ.૨૨) નામના વાલ્મિકી યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે બાજુના કવાર્ટર બ્લોક નં. ૨૧ રૂમ નં. ૭માં રહેતાં વિજય રાવળદેવનું નામ આપ્યું છે. કેતનના કહેવા મુજબ પોતે ઘર બહાર ઉભો હતો ત્યારે વિજયએ આવી 'તું કેમ મારા ીમત્ર સાગરને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપે છે?' તેમ કહી ગાળો દીધી હતી. ગાળો દેવાની ના પાડતાં વધુ ગાળો દીધી હતી. એ દરમિયાન તેના માતા નિર્મળાબેન ચાવડા અને બહેન આરતી ચાવડા બહાર આવતાં આરતીને પણ એક ઝાપટ મારી દીધી હતી. બાદમાં વિજયએ નેફામાંથી છરી કાઢી માથામાં એક ઘા પોતાને મારી દીધો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માથાકુટ કરી હતી. પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સામા પક્ષે બ્લોક ૨૧/૭માં રહેતાં અને મજૂરી કામ કરતાં વિજય હંસરાજભાઇ રાઠોડ (ઉ.૨૯) નામના રાવળદેવ યુવાને  પણ કેતન ઉર્ફ જીમ્મી ચાવડા સામે વળતી ફરિયાદ કરી છે. વિજયએ જણાવ્યું છે કે હું મારા મિત્ર ધવલ મહાજનના ઘરે જવા નીકળ્યો ત્યારે કેતન ઉર્ફ જીમ્મીએ અગાઉ મારા મિત્ર સાગરને પોલીસને પકડાવી દેવાની ધમકી આપી હોઇ તે બાબતે મેં તેને સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને છરી કાઢી મને ડાબા કાન નીચે ઘા મારી દીધો હતો. એ દરમિયાન મારો મિત્ર ધવલ આવી જતાં મને હોસ્પિટલે ખસેડ્યો હતો. તાલુકાના પીએસઆઇ એમ. ટી. રબારીએ બંને ફરિયાદ નોંધી હતી. (૧૪.૫)

(4:12 pm IST)