Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૩૧મી ડિસેમ્બર સંદર્ભે પોલીસની ઝુંબેશ યથાવતઃ વિદેશી દારૂ સાથે બે પકડાયાઃ વાહન ચેકીંગ ઝુંબેશ વધુ કડક

યુનિવર્સિટી પોલીસે યોગીનગરમાં ઘરમાંથી બોટલો જપ્ત કરીઃ બી-ડિવીઝન પોલીસે બે શખ્સને બોટલો સાથે પકડ્યાઃ બ્રેથ એનલાઇઝરથી ઠેર-ઠેર વાહન ચાલકોની ચકાસણીઃ નશો કરી વાહન હંકારતો એક પકડાયો

રાજકોટ તા. ૨૯: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત દારૂના ધંધાર્થીઓ અને નશાખોરો પર તૂટી પડવા તેમજ દરરોજ સઘન વાહન ચેકીંગ કરવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચના અંતર્ગત દરરોજ વાહન ચેકીંગ, દારૂના દરોડા, બ્રેથ એનલાઇઝરથી વાહન ચાલકોની તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. ગત રાત્રે પણ આ કામગીરી થઇ હતી. જેમાં વિદેશી દારૂ પણ કબ્જે થયો હતો. એક શખ્સના ઘરમાંથી દારૂ મળ્યો હતો, તે મળ્યો નહોતો. જ્યારે બે શખ્સને બોટલો સાથે પકડી લેવાયા હતાં.

જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમે ડ્રાઇવ દરમિયાન ૬૩ વાહન ચાલકોને બ્રેથ એનલાઇઝરથી ચકાસ્યા હમતાં. ૩૭ એનસી કેસ કરાયા હતાં, ૧૪ને ઇ-મેમો આપી સ્થળ પર ૩૭૦૦ દંડ વસુલ કરાયો હતો. તેમજ કારમાં કાળા કાચના ૪ કેસ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયા અને ટીમ દ્વારા બ્રેથ એનલાઇઝરથી ૨૧ને ચેક કરાયા હતાં. દારૂ પીધેલી હાલતમાં એક શખ્સ પકડાયો હતો. ૩૭ એનસી કેસ અને ૧૩ને ઇ-મેમો અપાયો હતો. સ્થળ પર ૪૭૦૦ રોકડ દંડ અને કાળા કાચના ૮ કેસ થયા હતાં.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં વિદેશી દારૂના કેસ નોંધાયા હતાં. જેમાં રણછોડનગર-૧૬/૪ના ખુણે રહેતાં વિપુલ ચંદ્રકાંતભાઇ બાબીયા (પટેલ) (ઉ.૩૨)ને મોરબી રોડ પર ગણેશ પાર્ક પાસેથી રૂ. ૩૬૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લઇ રૂ. ૨૮૦૦ રોકડા તથા ૫૦૦નો મોબાઇલ ફોન કબ્જે લેવાયો હતો. તેમજ મોરબી રોડ શાળા નં. ૭૭ સામે રહેતાં મહેબુબ ઇસ્માઇલ સંઘારને રૂ. ૫૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. પીએસઆઇ ડામોર, વિરમભાઇ, એભલભાઇ, મહેશભાઇ, હરપાલસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં ભવાનીનગરમાંથી વિનોદ રત્નાભાઇ ગોહેલને રૂ. ૮૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે યુનિવર્સિટી ઇન્ચાર્જ પી.આઇ. એન. બી. ડોડીયાની રાહબરીમાં ટીમે ડ્રાઇવ યોજી હતી. જેમાં રૈયા ચોકડી પાસે યોગીનગર બી-૪૪માં રહેતાં જનાર્દન એલ. પુરોહિતના ઘરમાં કોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. વિરેન્દ્રસિંહ અને અજયભાઇની બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં રૂ. ૯૬૦૦નો ૨૪ બોટલ દારૂ મળ્યો હતો. તે ઘરમાં હાજર નહોતો. આ ઉપરાંત રૈયાધારમાંથી જ્યોત્સના રાજેશ ચાણકીયાને રૂ. ૨૨૦ના દારૂ સાથે પકડવામાં આવી હતી. સુર્યાસ્ત પછીનો સમય હોઇ ધરપકડ બાકી રખાઇ હતી. હેડકોન્સ. હરેશભાઇ પરમાર, અમીનભાઇ, રવિરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, પારસભાઇ, વિરેન્દ્રસિંહ સહિતના પણ દરોડામાં જોડાયા હતાં. માલવીયાનગર પોલીસે આનંદ બંગલા ચોકમાંથી ભરત રમેશભાઇ મકવાણા (બાવાજી) (ઉ.૨૭-રહે. પાળ તા. લોધીકા)ને જીજે૩ડીએલ-૪૮૯૩ નંબરનું બાઇક દારૂ પી હંકારતા પકડી લીધો હતો.  (૧૪.૫)

(4:11 pm IST)