Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કાલથી ક્રાંતિ માનવ ટ્રસ્ટ દ્વારા કુવાડવા રોડ પર જ્ઞાનયજ્ઞઃ નિત્યસ્વરૂપ સ્વામી વકતા

હોસ્પિટલ નિર્માણ લાભાર્થે આયોજનઃ જયેશ વીરડિયા પરિવારનું ભૂમિદાનઃ ૬ જાન્યુઆરીએ રાંદલના લોટા ઉત્સવ નિર્માણાધીન હોસ્પિટલનું મોડેલ

શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ આયોજીત શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિતે પ્રમુખ સંજય હિરાણીએ ટીમ સાથે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે સંસ્થાના અગ્રણીઓ જયેશ વિરડીયા, જેન્તીભાઇ લીંબાસીયા,ચંદ્રેશ ડોબરીયા, રજની મોલીયા, જગદીશ અકબરી, તુષાર મેંદપરા, છગન પરસાણા, પરેશ પીપળીયા,હર્ષદ પીપળીયા, નવીન કોટડીયા, અરવીંદ હાપલીયા, જીતુ તળપદા, મહેશ રૈયાણી, રશીક બોદર, રજની દુધાત્રા, ભગવાનજી વેકરીયા, મનસુખ હિરાણી, અરવિંદ સંખાવરા, સુરેશ હિરાણી, શકિત ડોબરીયા, અમૃત સોજીત્રા હરેશ ભાગયા, મનસુખ કાકડીયા વગેરે ઉપસ્થિત છે.

રાજકોટ તા.ર૯: શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ અને સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે રાજકોટના કુવાડવા રોડ પર ડી માર્ટ મોલની પાછળના ભાગે આવેલ સમર્પણ પાર્ટી પ્લોટની બાજુમાં 'વૃજધામ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. જયા તા. ૩૦ ડીસે. રવિવાર થી તા. પ જાન્યુઆરી શનિવાર સુધી દરરોજ બપોરે ૩ થી ૬ અને રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર સરધારવાળા સદ્દગુરૂશ્રી નિત્યસ્વરૂપદાસજી બીરાજી સંગીતમય શૈલીમાં જ્ઞાનગંગા વહેડાવશે.

ટ્રસ્ટ દ્વારા ભગવતીપરા વિસ્તારમાં નિર્માણધીન સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવેલ છે. જયેશ વીરડિયા પરિવાર હોસ્પિટલના ભૂમિદાતા છે. કથામાં ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય અને વિવિધ ધર્મ સ્થાનોના સંતો-મહંતો વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, કલાકારો વગેરે હાજરી આપશે.

શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંજય હીરાણી અને આયોજનના અધ્યક્ષશ્રી હર્ષદ પીપળીયાએ જણાવ્યા મુજબ જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે કાલે તા. ૩૦ ડીસે. રવિવારે બપોરે ૨.૩૦ કલાકે શ્રી રણછોડદાસજી આશ્રમથી વાજતે ગાજતે પોથીયાત્રા નિકળી રણછોડવાડી, બાલક હનુમાન ચોક, પેડક રોડ, સેટેલાઇટ ચોક, પેડક દરવાજા થઇ ૫૦ ફુટ રોડ, ડી-માર્ટ પાસેથી લક્ષમણ પાર્ક,ગુરૂદેવ સોસાયટી થઇ કથા સ્થળે પહોંચશે.

૪.૩૦ વાગ્યે કથાનો પ્રારંભ થશે. તા. ૧ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે શ્રી રામ જન્મ અને તા. ર બુધવારે રાત્રે ૧૦ વાગ્યે શ્રી કૃષ્ણજન્મ પ્રસંગ ઉજવાશે. તા. ૩ ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યે ગોવર્ધન પુજા અને અન્નકુટ તથા તા. ૪ શુક્રવારે સાંજે ૬ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાશે તા. પ શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે કથાની પુર્ણાહુતિ થશે.

કથા દરમ્યાન પ્રથમ દિવસે રવિવાર રાત્રે ૯ વાગ્યે લોકડાયરો રાખેલ છે. જેમાં જાણીતા કલાકાર માયાભાઇ આહીર જમાવટ કરશે.તા. ૬ જાન્યુ.રવિવારે સવારે ૭ થી બપરે ર વાગ્યા સુધી શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ તથા સરદાર પટેલ સેવાદળ (એસ.પી.જી.)ના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર રાખેલ છે. તે જ દિવસે ૬ જાન્યુઆરી રાંદલ માતાજીના લોટાનું આયોજન છે. ૧૧૦૦૦ કુમારીઓ ગોરણી બની પ્રસાદ લે તેવો સંકલ્પ છે. ભાવગત કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬ અને રાત્રે ૮ થી૧૧ વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે પ્રમુખ સંજય હિરાણી મો. ૯૮૨૫૦  ૭૭૪૫૪ અથવા ૯૫૧૨૩ ૪૦૦૧૬ ઉપર સંપર્ક કરવો.

જ્ઞાનયજ્ઞ નિમિતે કથા સ્થળે ૧૫૦૦૦ લોકો બેસી શકે તેવો વિશાળ આધુનિક સમીયાણો બનાવવામાં આવ્યો છે. સમીયાણો લાઇટોથી ઝળહળશે.

આધુનિક પ્રકારની સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવશે. ટ્રસ્ટના કાર્યકરો અને મહિલા પાંખ દ્વારા સામાકાંઠા વિસ્તારના ઘરે ઘરે અને અન્યત્ર મળી કુલ ૩૦૦૦૦ કંકોત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આસપાસના તમામ વિસ્તારના સહકાર મળી રહયા છે. મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સુભાષભાઇ ગોરધનભાઇ બોદર (બેડલા) પરિવાર છે. સહયજમાન તરીકે વિનોદભાઇ સીરોયા, પ્રભાબેન મનસુખભાઇ દુધાત્રા, ચેતનભાઇ ધકાણ, રળીયાતબેન બાબુભાઇ હિરાણી, વિજયાબેન લીંબાસીયા, નાથીબેન તળાવીયા, મહેશભાઇ કીયાડા, જયેશભાઇ બુસા છે. ઉપરાંત અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે સંખ્યાબંધ ભાવિકોએ સેવા નોંધાવી છે. લાભ લેવા આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આયોજનને સફળ બનાવવા પ્રમુખશ્રી તથા અધ્યક્ષની આગેવાની હેઠળ જહેમત ઉઠાવી છે.

'લક્ષ્ય' પર જીવંત પ્રસારણ

રાજકોટઃ શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સરધારવાળા શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વ્યાસાસને યોજાનાર કથાનું દરરોજ બપોરે ૩થી ૬ અને રાત્રે ૮થી ૧૧ લક્ષ્ય ટીવી ચેનલ પર લાઇવ પ્રસારણ થશે.

રાજકોટ : શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી ક્રાંતિ માનવ સેવા માર્ગ, કુવાડવા રોડ, રણછોડદાસજી આશ્રમ પાસે, ડી માર્ટ પાછળ, સમર્પણ પાર્ટી પ્લોટની બાજુમાં તા. ૩૦ ડીસેમ્બરથી પ જાન્યુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાયેલ છે. તે નિમિતે આવતીકાલે તા. ૩૦ રવિવારે રાત્રે ૯ વાગ્યે લોકડાયરો યોજાનાર છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઇ આહીર જમાવટ કરશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.(૧.૨૨)

 

(4:10 pm IST)