Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સરકારી વકીલ તરીકેની સમીર ખીરાની અસરકારક કામગીરીને બિરદાવતી સંસ્થા

અસંખ્ય કેસોમાં સરકાર પક્ષને વિજય અપાવ્યો

રાજકોટ, તા. ર૯ : રાજકોટ જીલ્લા સરકારી વકીલની કચેરીમાં ફરજ બજાવતા જાણીતા સરકારી વકીલ સમીરભાઇ એમ. ખીરાએ પોતાની ફરજ દરમ્યાન તથા વર્ષ-ર૦૧૮માં સરકાર તરફેના અસંખ્ય કેસોમાં સરકાર તરફે હુકમો મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ચકચારી હરેન્દ્ર લોઢીયા ખૂન કેસ જેમાં હાલનો આરોપી જાહેદ અબ્દુલ શહમદની ધરપકડ થતાં કોર્ટમાં ખંતપૂર્વક કેસ ચલાવી રહ્યા છે તેમજ તાજેતરમાં ૩૦ ગુન્હાઓમાં સંડોવાયલો રીઢો આરોપી નિલય મહેતા તથા શબાના શેખએ કરેલ ખૂનના ગુન્હામાં આજીવન કેદની સજા સમીરભાઇ ખીરાએ કરાવેલ છે. તેમજ ખૂનની કોશિષ, લૂંટ, ધાડ, એસીબીના કેસોમાં અસંખ્ય સજાઓ પડાવેલ છે.

વધુમાં નાગરિકો સાથેની થયેલ છેતરપીંડી તેમજ કરોડોની બેન્ક ઉચાપત તથા સોની વેપારીઓ સાથે થતી છેતરપીંડી અને ધીરેન સોઢીયા અપહરણ, ખંડણી, બાળ રક્ષણ ધારાના કેસો, ચોરી, જથ્થાબંધ પ્રોહીબીશનના કેસો વિગેરે ચકચારી કેસોમાં જામીન અરજીઓ નામંજૂર કરાવેલ હતી. તેમજ સરકાર તરફે કરોડોની દબાણ પામેલ જમીનો કાયદાકીય લડત આપી વિજય મેળવેલ છે. ઇન્ડીયન લો ઇન્સ્ટીટયુટ તથા લંડન લો યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે દિલ્હી મુકામે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં સમીરભાઇ ખીરાની પસંદગી થયેલ હતી. જેમાં તેઓએ દમદાર કાર્યશેલી જણાયેલ હતી. બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ નાના-નાના ગામડાઓમાં જઇ માર્ગદર્શન પુરૂ પાડેલ છે તથા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોતાની ટીમ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છ રાજકોટ રાખવાની કામગીરી કરેલ છે. ર૦૧૮ના વર્ષ દરમ્યાન સરકારી વકીલશ્રી સમીરભાઇ એમ. ખીરાએ સરકાર તરફે ઉમદા કામગીરી બતાવી પ્રસંશા મેળવેલ છે. રાજકોટની અસંખ્ય સંસ્થાઓ તેમજ રાજકોટના નાગરિકોએ ખોબલે ખોબલે શુભેચ્છાઓ પાઠવેલ છે. (૮.ર૦)

(4:09 pm IST)