Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પોલીસથી બચવા દારૂની બોટલો ઠાલવી ૩૫ લિટરનું કેન ભર્યુઃ છતાં પકડાઇ ગયો

તાલુકા પોલીસે રસુલપરામાંથી અલ્તાફને ૩૫ લિટર વિદેશી દારૂ સાથે અને અબ્દુલને ૯ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૨૯: તાલુકા પોલીસે અલ્તાફ હબીબભાઇ નકાણી (ઉ.૩૫-રહે. કોઠારીયા સોલવન્ટ રસુલપરા) તથા અબ્દુલ હાસમભાઇ નકાણી (ઉ.૩૯-રહે. રસુલપરા-૬, ઝમઝમ ચોક)ને રૂ. ૨૪૫૦૦નો ૩૫ લિટર વિદેશી દારૂ ભરેલા પ્લાસ્ટીકના કેન સાથે તથા રૂ. ૬૩૦૦ના બીજા નવ બોટલ દારૂ સાથે રસુલપરામાંથી પકડી લીધા હતાં. અલ્તાફે પોલીસને ચકમો આપવા દારૂની બોટલો એક કેનમાં ઠાલવીને ૩૫ લિટરનું કેન ભરી લીધું હતું. જો કે તાલુકા પોલીસ મથકના કોન્સ. અશોકભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીની પાક્કી બાતમીથી આ બંને ઝપટે ચડીગયા હતાં. કુલ રૂ. ૩૦૮૦૦નો દારૂ બંને શખ્સ પાસેથી કબ્જે કરાયો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, ડી.વી. ખાંભલા, અરજણભાઇ, જયંતિભાઇ, નગીનભાઇ સહિતે આ કામગીરી કરી હતી. અલ્તાફના કહેવા મુજબ છૂટક બોટલો પોલીસની નજરે ન ચડી જાય એ માટે પોતાને આ રીતે ૩૫ લિટરનું કેન ભરીને જ સપ્લાયરે આપ્યું હતું. આ સપ્લાયર કોણ? તે અંગે પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. (૧૪.૧૧)

(4:04 pm IST)