Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રૈયાધાર ઇન્દિરાનગરમાં માથાભારે ટોળકીનો ત્રાસઃ રહેવાસીઓની રજૂઆત

ખોટી ફરિયાદોની ટેવ ધરાવતાં શખ્સો સામે આકરી કાર્યવાહીની માંગણી

રાજકોટ તા. ૨૯: રૈયાધાર ઇન્દિરાનગર-૨માં રહેતાં વિનોદભાઇ રણછોડભાઇ પરમાર (વણકર)ની આગેવાનીમાં રહેવાસીઓએ પોલીસ કમિશ્નરશ્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રૈયાધારમાં કેટલાક સમયથી માથાભારે લોકો સક્રિય થયા છે. આ શખ્સો નંબર વગરના વાહનો હંકારી શેરીમાંથી બંબાટ ઝડપે નીકળે છે. આ કારણે અકસ્માત સર્જાવાનો પુરેપુરો ભય છે. રહેવાસીઓ તેને ટપારે તો ધોકાથી હુમલો કરે છે અને ખોટા કેસ કરે છે. તાજેતરમાં રોનકબેન, રમેશભાઇ સહિતનાએ આ રીતે ખોટી માથાકુટ કરી હતી અને ખોટી ફરિયાદ કરી હતી.  રજૂઆતમાં જણાવાયું છે કે આ લોકોના ત્રાસથી ઘણા લોકો મકાન વેંચીને નીકળી ગયા છે. આ શખ્સો સામે પગલા લેવા રૈયાધારના રહેવાસીઓની માંગણી છે. તેમ વધુમાં વિનોદભાઇ પરમારે જણાવ્યું છે. (૧૪.૧૧)

(4:05 pm IST)