Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પાડોશીએ ઉછીના નાણા લઇને આપેલ ૩૫ લાખનો ચેક રીટર્ન થતાં ફરિયાદ

રાજકોટ તા.ર૯: રાજકોટના રહીશ બિપીનભાઇ રત્નાભાઇ વિરાણીએ તેના પાડોશી રાજુભાઇ અરજણભાઇ પાંભર સામે રૂ. ૩૫,૦૦,૦૦૦/- નો ચેક ડીસઓનર થતા ફોજદારી ફરિયાદ રાજકોટ કોર્ટમાં દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ રાજકોટમાં સુભાષનગર મેઇન રોડ, નંદા હોલ પાસે, કોઠારીયા રોડ મુકામે બીપીનભાઇ રત્નાભાઇ વિરાણી રહે છે તેઓના ઘરની સામે તહોમતદાર રાજુભાઇ અરજણભાઇ પાંભર કે જે હસ્તી સ્ટીલ ફર્નિચરના પ્રોપરાઇટર છે, તે રહે છે. બંને પક્ષકારો જ્ઞાતિબંધુ હોય અને એકબીજાના સામે વર્ષોથી રહેતા હોય, ધનીષ્ટ સંબંધ બંધાયેલ.

તહોમતદારે જાન્યુઆરી-૨૦૧૬માં પોતાના ધંધાના ઉત્કર્ષ અને વિકાસ માટે તેમજ આર્થિક મુશ્કેલી વર્ણવી ફરિયાદી પાસેથી રૂ. ૩૫,૦૦,૦૦૦/- હાથ ઉછીના સ્વરૂપે પ્રાપ્ત કરેલ. મે-૨૦૧૬ના અંતમાં અને જુન-૨૦૧૬ની શરૂઆતમાં ફરીયાદીને હૃદયરોગની બીમારી વધતા તેઓને તાત્કાલીક ઓપરેશન કરાવવાની જરૂરીયાત ઉભી થયેલ હોય, તેઓએ તહોમતદાર પાસે તેની બાકી લેણી રકમની ડિમાન્ડ કરેલ.

તહોમતદારએ ફરીયાદીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ચેકની વસુલાત મેળવવા તા. ૧૨-૬-૧૮ના રોજ ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં ચેક રજુ રાખતા ફંડ ઇન્સ્ફીશીયન્ટના કારણોસર સદરહું ચેક ડિસઓનર થયેલ છે. જે બાબતે ફરીયાદીને તેની બેંક તરફથી જાણ થતાં તા. ૧૯-૬-૧૮ના રોજ તહોમતદારને નોટીસ પાઠવી ચેક ડીસઓનરની જાણ કરવામાં આવેલ. જે નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરિયડમાં ડીસઓનર થયેલ ચકેની રકમ નહી ચુકવતા રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ફરીયાદની વિગત તથા રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને આગામી મુદ્દતે હાજર થવા વિકલ્પે વ્યાજ સાથે ફરીયાદીને રકમ ચુકવી આપવા આદેશ કરેલ છે.

આ કામમાં ફરીયાદી બિપીનભાઇ રત્નાભાઇ વિરાણી વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજેે રોકાયેલા છે.(૧.૨૩)

(4:02 pm IST)