Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રૂ. બે લાખનો ચેક પાછો ફરતા હાઇઅસ્ટ્રા ઇન્ડસ્ટ્રીઝના માલીક સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૯ : રાજકોટમાં રહેતા અમિત જે. ભાદાણી જે હાઇઅલ્ટ્રા ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટ દરજ્જે ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, આનંદ ચોકની બાજુમાં, કોઠારીયા, રાજકોટ ખાતે ધંધો કરતા હોય અને તેના ધંધાના વિકાસ માટેની જરૂરીયાતને ધ્યાને લઇ ફરીયાદી મયુર બાબુભાઇ ચોવટીયા પાસેથી લીધેલ કાયદેસરના હાથ ઉછીના નાણા પરત ચૂકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી અમિત જે. ભાદાણી સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, અમિત જે. ભાદાણી સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા આરોપી વચ્ચે ઘણા વર્ષોથી મિત્રતાના સબંધો હોય, જેથી મિત્રતા તથા સબંધના દાવે આરોપીના ધંધાના વિકાસ માટેની આર્થિક જરૂરીયાતને ધ્યાને લઇ આરોપીએ ફરીયાદી પાસેથી રકમ રૂ. ર,૦૦,૦૦૦/ ની માંગણી કરતા ફરીયાદીએ પોતાની બેન્ક, ધી કો.ઓપ. બેન્ક ઓફ રાજકોટ લી., મારફત આર.ટી.જી.એસ. કરી આરોપીના પ્રો. દરજ્જેના હાઇઅસ્ટ્રા ઇન્ડસ્ટ્રીઝના બેન્ક એકાઉન્ટમાં તા. ૧-૧૦-ર૦૧૬ના રોજ આરોપીને તેના બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હાથ ઉછીની રકમ આપેલ, જે હાથ ઉછીની કાયદેસરની લેણી રકમ ચૂકવવા આરોપીએ ફરીયાદી જોગ ચેક પોતાની સહી કરી લખી આપી, ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે, સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજૂ રાખશે, એટલે ચેક રીટર્ન થશે નહીં અને ચેક સ્વીકારાય જશે.

ફરીયાદીની કાયદેસરની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક આરોપીએ ફરીયાદીને તેઓના બેન્ક ખાતામાં રજૂ રાખવાનું કહેતા, ચેક રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહીં અને એકાઉન્ટ કલોઝડના શેરા સાથે ચેક રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા આરોપીએ યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુત્તર ન આપતા, ફરીયાદીએ તેના એડવોકેટ સંજય એન. ઠુંમર મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળી જવા છતાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચૂકવેલ ન હોવાથી ફરીયાદીઅ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂદ્ધ રાજકોટની સ્પે. નેગોસીએબલ અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી લીધેલ હાથ ઉછીની રકમ પરત કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી શ્રી મયુર બાબુભાઇ ચોવટીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજય એન. ઠુંમર રોકાયેલા હતાં. (૮.૧૯)

(4:02 pm IST)