Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભગવતીપરાના અકબર હત્યા કેસમાં ગુલીયા ગેંગના બે સાગ્રીતોની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

આરોપીઓએ ગુનામાં સક્રિય ભાગ ભજવેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ છેઃ કોર્ટ

રાજકોટ તા.ર૯ : ઠંડા કલેજે માર મારી અને યુવકની હત્યા નિપજાવવાના ગુન્હામાં ગુલીયા ગેંગ સંડોવાયેલ હોય તેમના બે સાગરીતો સલીમશા ઉર્ફે સલુડો ઉર્ફે સલ્લુ હનીફશા તથા ઇમરાન ઉર્ફે ગઢવીની ધરપકડ કરવામાં આવેલી જેમણે જામીન ઉપર છુટવા માટે કરેલ જામીન અરજીની સેશન્સ કોર્ટમાં સુનાવણી થતાં બન્નેની જામીન અરજી સેસન્સ કોર્ટે રદ કરેલ છે.

ભગવતીપરામાં રહેતા યુવક અકબરની હત્યામાં ગુલીયા સહીતની ગેંગ સંડોવાયેલ હોય તેના સાગરીતોએ જામીન અરજી કરેલી. બનાવની ટુંક હકીકત મુજબ ગુલીયા ગેંગએ આઇટવેન્ટી કારમાં પ્રથમ અજય ઉર્ફે ટીટાનું અપહરણ કરેલ કારણ કે કે તે મરણજનારનો મિત્ર હતો. ત્યારબાદ મરણજનારના ભાઇ અને આ કામના ફરીયાદી અનીસ રાઉમાનું અપહરણ કરી બનાવવાળી જગ્યાએ લઇ જવામાં આવેલ અને તે બન્નેને માર મારવામાં આવેલ અને અન્ય સાગરીતો મરણજનાર અકબરને ઉઠાવીને લાવેલ જેને બનાવમાં હથિયારોથી માર મારીને ગંભીર ઇજાઓ કરવામાં આવેલી તેના કારણે તેનું મૃત્યુ થયેલ.

ફરીયાદ પક્ષ તરફથી એ.પી.પી. મહેશ જોષી તથા બીનલબેન રવેશીયાએ એવા પ્રકારની રજુઆત કરેલ કે આરોપી ઇમરાન ઉર્ફે ગઢવીની કાર બનાવમાં ઉપયોગમાં લેવાયેલ છે અને આરોપી પોતે પણ બનાવમાં સામેલ છે તેમજ આરોપી સલીમશા ઉર્ફે સલ્લુડો પણ બનાવમાં સામેલ છે અને ગંભીર રીતે ઇજા પામેલ ભરણ જનાર અકબરની સાથે તેને સાહેદોએ જોયેલ છે અને ગંભીર ઇજાઓ સાથે તેને લઇ જતા પણ જોયેલ છે. આમ બન્ને આરોપીઓએ ગુન્હામાં સક્રિય રહીને ભાગ ભજવેલ છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ એ રીતે પ્રથમ દર્શનીય કેસ છે અને ગૂન્હાનીની ગંભીરતાને પણ લક્ષમાં લેવી જોઇએ જે તમામ વિગતવારની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓ દ્વારા થયેલ ચાર્જશીટ બાદની જામીન અરજીઓ નામંજુર કરેલ છે જે કામમાં સરકારી તરફે સરકારી વકીલ મહેશભાઇ જોષી તથા બીનલબેન રવેશીયા રોકાયેલ હતા.(૬.૨૮)

 

(4:02 pm IST)