Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વોર્ડ નં.૦૪માં અમદાવાદ હાઇ-વેને મળતા તિરૂપતિ સોસાયટીવાળા ટી.પી. રોડમાં પેવર કામનો પ્રારંભઃ

રાજકોટ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જયાં માનવી ત્યાં સુવિધા અને 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે ' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં અમદાવાદ હાઇવેને મળતા તિરુપતિ સોસયટીવાળા ટી.પી.રોડમાં પેવર કામ કરવાનાં કામનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, વોર્ડનં.૦૪ના કોર્પોરેટર તથા  ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા હસ્તે કરવામાં આવેલ. તે વખતની તસ્વીર વોર્ડ નં.૦૪માં ૨૪ મી. બાયપાસ રોડથી તિરુપતિ સોસાયટી થઇ અમદાવાદ હાઇવે પર ટચ તથા તિરૂપતી સોસાયટીવાળા ટી.પી. રોડ પર પેવર કામગીરી કરવામાં આવશે તથા ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિકનું ભારણ પણ દ્યણું ઓછું થઇ જશે. તેમજ વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા  ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, વોર્ડ અગ્રણીય ભરતભાઈ લીંબાસીયા, મલ્કેશ પરમાર, સંજયભાઈ રાઠોડ, હિતેશભાઈ ગોહેલ, ચંદુભાઈ ભંડેરી, પ્રવિણભાઈ ગરસોદીયા, જેસિંગભાઈ રાઠોડ, સુરેશભાઈ બાવરીયા, નારણભાઈ પરમાર, વિજયભાઈ બોરીચા, ધીરુભાઈ પીપળીયા, દેવરાજભાઈ સખીયા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૧)

 

(4:01 pm IST)