Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વ્હાલુડીના વિવાહના અવસરને ગણેશ સ્થાપન : મંગળ ગીતો ગુંજયા

રાજકોટ : માતા પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ રર વ્હાલુડી દિકરીઓને સાસરે વળાવવા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના આંગણે ઉત્સવી માહોલ સર્જાયો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ તૈયારીઓ બાદ મંગળ ઘડીઓ આવી પહોંચી છે. અવસર પાર્ટી પ્લોટ ખાતે મહેમાનોની ઉપસ્થિતીમાં મંડપ મુહુર્ત, મહેંદી રસમ અને ગણેશ પુજનના કાર્યક્રમો થયા હતા. મંગળ ગીતો ગુંજી ઉઠયા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પ્રતાપભાઇ પટેલ, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ પટેલના નેતૃત્વમાં ડો. ભાવનાબેન મહેતા, નિશા મારૂ, ચેતના પટેલ, કાશ્મીરા દોશી, પ્રીતિ વોરા, પ્રીતિ તન્ના, વર્ષાબેન આદ્રોજા, ગીતાબેન પટેલ, રાધીબેન જીવાની, રૂપા વોરા, ફાલ્ગુનીબેન કલ્યાણી, અલ્કા પારેખ, જયશ્રીબેન મોદી, અંજુબેન સુતરીયા, કલ્પનાબેન દોશી, સ્વાતિબેન જોશી, કલાબેન પારેખ, કિરણબેન વડગામા, સંધ્યાબેન મોદી સહીતના બહેનોએ મહેંદી રસમની વ્યવસ્થા સંભાળી હતી. વ્હાલુડીના વિવાહના મંગલ પ્રસંગોનું દીપપ્રાગટય મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ સતાણી, મનીષભાઇ મદેકા, સુરેશભાઇ બેનાણી, કિરીટભાઇ આદ્રોજા, ખોડુભા જાડેજા, ભુપતભાઇ બોદર, હરીશભાઇ લાખાણી, વિરૂભાઇ રોકડ, હેમલભાઇ મોદી, સુનિલભાઇ મહેતા, દર્શનભાઇ પારેખ સહિતનાએ કરેલ. આજે તા. ૨૯ ના શનિવારે રાત્રે સાહિત્યકાર અને ગાયક અશ્વિન જોષીનો 'કાળજુ ધોવાનો અવસર' વિષય પર લાગણી સભર કાર્યક્રમ કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં રાખેલ છ.ે રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન માટે સંસ્થાના મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, સુનિલભાઇ વોરા, નલિનભાઇ તન્ના, કિરીટભાઇ પટેલ, રાકેશ ભાલાલા, હસમુખભાઇ રાચ્છ, પ્રતાપભાઇ પટેલ, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. (૧૬.૬)

(3:59 pm IST)