Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નિધિ સ્કૂલ દ્વારા નવા વર્ષના પ્રથમ દિને સ્પોર્ટસ-ડે ઉજવાશે

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧માં આવેલ નિધિ સ્કૂલમાં આગામી ૧લી જાન્યુઆરીના રોજ સંકુલના સંસ્થાપક સ્વ.સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથી નિમિતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડે સ્કૂલનાં કે.જી. થી ધો.૧૨ સુધીનાં કુલ ૬૭૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. વાલીઓ માટે પણ રમત સ્પર્ધાનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓને  દેડકા દોડ, કોથળા દોડ, ગો ટુ સ્કૂલ, બેલેન્સ રેસ વિ.જેવી ૩૫ રમતો રમાડવામાં આવશે. વિજેતાને શિલ્ડ દ્વારા સન્માનિત કરાશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ ગીફટ અપાશે. કાર્યક્રમની શરૂઆત સૂર્ય નમસ્કાર તમેજ લેઝીમ દાવથી થશે.

આયોજનમાં સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા તેમજ ટ્રસ્ટી હર્ષાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, જયોતિબેન સોનછાબડા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૧૧)

(3:58 pm IST)