Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કપાયેલુ માથુ કોનું? રહસ્ય જેમનું તેમ... હવે લાખો મોબાઇલ નંબરોની ચકાસણી થશે

રાજકોટ તા. ૨૯: રૂખડીયાપરા આજી નદીના પટમાંથી મળેલુ બાળકનું હજુ પણ પોલીસ માટે કોયડો બની રહ્યું છે. આ રહસ્ય જેમનું તેમ હોઇ પોલીસ ભેદ ઉકેલવા સતત મથામણ કરી રહી છે. પોલીસે જ્યાંથી માથુ મળ્યું એ વિસ્તાર આસપાસના તમામ રસ્તાઓ પર જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા છે તેના ફુટેજ મેળવવા અને ચકાસણી કરવા કાર્યવાહી કરી છે. તો હવે મોબાઇલ લોકેશનને આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. માથુ જ્યાંથી મળ્યું એ વિસ્તાર આસપાસ ૧૫,૧૬ અને ૧૭ તારીખે જેટલા લોકો હતાં તેના મોબાઇલ લોકેશન જુદી-જુદી મોબાઇલ કંપની પાસેથી પોલીસે મંગાવ્યા હતાં. પોલીસને આવા પાંચ લાખ નંબરો મળતાં તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે.

પી.આઇ. આર. એસ. ઠાકરના કહેવા મુજબ હત્યા કદાચ તાંત્રિકવિધી માટે પણ થઇ હોઇ શકે. બંગાળ, યુપી અને આદિવાસી વિસ્તારોમાં આવી વિધી વધુ થતી હોઇ ત્યાંની પોલીસને પણ એ વિસ્તારોમાંથી કોઇ બાળક ગૂમ થયા હોઇ તો જાણ કરવા કહ્યું છે. આમ પોલીસ માથાનું રહસ્ય ઉકેલવા સતત કાર્યરત છે. (૧૪.૧૨)

(3:58 pm IST)