Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભાજપનું સંકલન સરખું કરોઃ કોંગ્રેસ

ભાજપનાં ભંડેરી-ભારદ્વાજને કોંગ્રેસના સાગઠીયા-રાજાણીની સલાહઃ એઇમ્સ મામલે આક્ષેપો

રાજકોટ, તા.૨૯:  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને વિરોધપક્ષ દંડક અતુલભાઈ રાજાણીએ સંયુકત નિવેદનમાં આક્ષેપે સાથે જણાવ્યું  કે માનનીય ભંડેરીજી અને ભારદ્વાજને  નમ્ર નિવેદન છે કે ે ''એઈમ્સ'' ની જાહેરાત ગુજરાત સરકાર કરવી જોઈએ એ નહિ કે તમારા પક્ષ પ્રમુખ ચુંટણીનો લાભ લેવા માટે આ પહેલા પણ આપના પક્ષે જાહેરાત કરી હતી જયારે કોઈ પક્ષનો વડો જાહેરાત કરતો હોય છે ત્યારે તે રાજકીય હોય છે હકિકતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સરકાર દ્વારા જાહેરાત કરાવવી જોઈએ એટલુ જ નહી આપના પ્રમુખશ્રીની જાહેરાત બાદ પણ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું એવું નિવેદન હતું કે ''એઈમ્સ રાજકોટને મળી ગઈ નથી'' એનો અર્થ એ થાય છે કે આપના પક્ષમાં સંકલનનો અભાવ છે એટલેકે આપને ખાટલે મોટી ખોટ ખોટ હોવા છતાં બીજાના ગુણ દોષ જોવાનું બંધ કરવું જોઇએ.

 

સંકલતમાં શ્રી સાગઠીયા તથા રાજાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસ જાહેર કર્યું હતું કે સરકાર આની જાહેરાત દિવસ ૮ (આઠ) માં કરે અને જો સરકાર જાહેરાત નહિ કરે તો અમારેનાં છુટકે લોકોને, યુવાનોને, વડીલોને, અને વિદ્યાર્થીઓને અને નાગરિકોને રાજકોટને ''એઈમ્સ'' મળે એ માટે જાગૃત કરી લોક આંદોલન કરવાની અમારે ફરજ પડશે તમે જો કહેતા હો કે રાજકોટને ''એઈમ્સ'' મળી ગઇ છે તો સરકાર શા માટે જાહેરાત કરતી નથી?  જો સરકાર જાહેરાત કરશે તો  રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા વતી સરકારને અભિનંદન પાઠવીશું તેમ વશરામભાઈ સાગઠીયા અને અતુલભાઈ રાજાણીની સંયુકત યાદીના અંતમાં જણાવ્યું છે.(૨૨.૧૨)

(3:57 pm IST)