Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પ્રવાસમાં ગયેલા બાળકો દરિયામાં ગરક થતા શાળા સંચાલક- પ્રિન્સીપાલ-શિક્ષકો સામે વાલીઓનો આક્રોશઃ શાળા ખાતે હંગામો

રજૂઆત વખતે એક છાત્રના વાલીની તબિયત બગડી જતાં ૧૦૮ બોલાવી સારવાર અપાવવી પડીઃ પોલીસે વાલીઓને શાંત પાડીને સમજાવ્યા

રાજકોટઃ સોમનાથ-દિવના પ્રવાસે લઇ જવાયેલા ૧૦૫ છાત્ર-છાત્રાઓમાંથી બે બાળકો અજય અને પ્રિત દિવના નાગવા બીચ ખાતે દરિયામાં ગરક થઇ ગયા બાદ આજે બપોરના ચોવીસ કલાક બાદ પણ બંનેનો પત્તો ન મળતાં વાલીઓ આકુળ વ્યાકુળ થઇ ગયા છે. શાળા સંચાલક, પ્રિન્સીપાલ અને સાથે ગયેલા શિક્ષકો સામે વાલીઓ રોષ ઠાલવવા રેલનગરમાં આવેલી જવાહર શિશુવિહાર માધ્યમિક શાળા ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં અને ભારે રોષ વ્યકત કર્યો હતો. હંગામો થતાં પોલીસ બોલાવાઇ હતી. પોલીસે વાલીઓને સમજાવીને શાંત પાડ્યા હતાં અને દિવના દરિયામાં ગરક બંને બાળકોને શોધવા માટે ત્યાંનું તંત્ર સતત મહેનત કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.  તસ્વીરમાં શાળા ખાતે વાલીઓ, વાલીઓને સમજાવી રહેલા એએસઆઇ  હરેશભાઇ રત્નોતર તથા નીચેની તસ્વીરમાં ઉગ્ર રજૂઆત કરતાં વાલીઓ જોઇ શકાય છે. રજૂઆત વખતે દરિયામાં જે છાત્ર લાપતા થયો છે તેના માતાની હાલત બગડી જતાં ૧૦૮ બોલાવી સારવાર અપાવાઇ હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

(3:56 pm IST)