Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નદીમાંથી મળેલા બાળકના માથાના સંભવીત ચહેરાના સ્કેચ તૈયાર કરાયાઃ કદાચ આમાંથી કોઇ ચહેરો મળતો હોઇ શકે?!

રાજકોટઃ રૃખડીયા પરા આજી નદીના પટમાંથી ૧૮/૧૨ના રોજ કપાયેલુ માથુ મળ્યું હતું. આ માથુ બાળકનું હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે ૩૦૨, ૨૦૧ મુજબ કાવત્રુ-હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. માથુ કોનું? તે આજ સુધી ખુલ્યું ન હોઇ પોલીસે સંભવીત સ્કેચ તૈયાર કર્યા છે. અલગ-અલગ હેર સ્ટાઇલ ધરાવતાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે.  જે તસ્વીરમાં જોઇ શકાય છે. કદાચ આ સ્કેચ પૈકી કોઇ એક સ્કેચ મૃતકના ચહેરા સાથે મળતો હશે તેવું પોલીસનું માનવું છે. કોમ્પ્યુરટ ટેકનોલોજી દ્વારા આ અનુમાનીત સ્કેચ તૈયાર કરાયા છે. તસ્વીરમાં દેખાતા સ્કેચ જેવા કોઇ બાળકો ગૂમ હોય કે તેના વિશે કોઇને કોઇપણ માહિતી હોય તો પોલીસને ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ અથવા ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ અથવા ૭૦૧૬૬ ૮૭૬૭૫ ઉપર જાણ કરવી. માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. ચોક્કસ માહિતી આપનારને ૫૦ હજારનું ઇનામ આપવાની પોલીસે અગાઉ જાહેરાત કરી હતી.

(3:55 pm IST)