Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

તણાઇ ગયેલા અજય સાથે તેની મોટી બહેન પ્રિયા અને નાનો ભાઇ ભાવેશ પણ હતોઃ અમે છોકરીઓ અલગ ન્હાતી હતી, ભાઇ અજય તણાઇ ગયાની તેના મિત્રોએ મને જાણ કરી'તી..વિગતો વર્ણવતી પ્રિયા હતપ્રભ

રેલનગર છત્રપતિ ટાઉનશીપમાં આવેલુ પ્રિત રાઠોડનું ઘર અને અજય કોરડીયાનું ઘર તથા ભાઇ અજયની સાથે જ દિવ પ્રવાસમાં ગયેલી મોટી બહેન પ્રિયા જોઇ શકાય છે. પ્રિયાએ કહ્યું હતું કે અમે શુક્રવારે સવારે ચાર વાગ્યે બે બસ મારફત રવાના થયા હતાં. પહેલા સોમનાથ દર્શન કરાવાયા હતાં અને બાદમાં દિવ લઇ જવામાં આવ્યા હતાં. પ્રવાસ એક જ દિવસનો હતો છતાં અમને સાથે એક જોડી કપડા લેવાનું કહેવાયું હતું. બપોરે દોઢેક વાગ્યે દિવમાં પાર્કિંગમાં બંને બસો ઉભી રખાવી બધાને નાસ્તો-ભોજન અપાયા હતાં. બાદમાં ન્હાવા માટે લઇ જવામાં આવ્યા હતાં. છોકરા અને છોકરીઓને નાગવા બીચ પર અલગ-અલગ જગ્યાએ ન્હાતા હતાં. હું જ્યાં ન્હાતી હતી ત્યાંથી દૂર મારો ભાઇ અજય, ભાવેશ તથા બીજા વિદ્યાર્થીઓ ન્હાતા હતાં. જેમાં અજય દરિયામાં તણાઇ જતાં તેના બે મિત્રો દોડીને મને આ વાત કહેવા આવ્યા હતાં. નાનો ભાઇ ભાવેશ પણ ત્યાં જ ન્હાતો હતો. આટલુ જણાવતાં પ્રિયા હતપ્રભ થઇ ગઇ હતી.   (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧૪.૭)

(11:52 am IST)