Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની ટીમે સાયલા પાસેથી ટ્ર્કના કન્ટેનરમાં છુપાવેલો 55 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી લીધો

ડ્રાઇવની અટકાયત :ટ્રક મલિક અને મુંબઈથી દારૂનો જથ્થો મોકલનાર અને માલ મંગાવનાર વિરુદ્ધ ગુન્હો દાખલ

રાજકોટ :રાજકોટ રેન્જ આઇજી સંદિપકુમારની ટીમે અમદાવાદ હાઇવે પર સાયલા નજીકથી એક ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂની 30 હજારથી વધુ બોટલ ઝડપી પાડીને 55 લાખના વિદેશી દારૂ સહીત 75 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના હદમાં અમદાવાદ-રાજકોટ ને.હા. રોડ પરથી ટ્રક માંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ..૫૫,૫૭,૮૦૦ તથા ટ્રક ૨૦,૦૦,૦૦૦ મો.ફોન-૧-રોકડ મળી કુલ ૭૫,૭૦,૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  31મી ડિસેમ્બરે  ન્યુ યરની પાર્ટીનું આયોજન થશે  ત્યારે આ સમયે મોટા પ્રમાણ લોકો દારૂની મોજ માણતા હોઈ છે. ત્યારે રાજકોટ રેન્જ આઈજી દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ એસપી અને પોતાની ટીમને વિદેશી દારૂ કબ્જે કરવા સૂચના આપી છે. જે અન્વયે રાજકોટ રેન્જ આઈજી ની ટિમ દ્વારા અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી બંધ કન્ટેનર ટ્રક MH-04-FJ-7026 માં ઇંગ્લીશ દારુનો મસ મોટો જથ્થો ભરેલ હતો જેને પકડી પાડ્યો હતો ટ્રક રોકી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ.રૂ.૫૫,૫૭,૮૦૦ , કન્ટેનર ટ્રક-૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦ , તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦ અને રોકડા રૂ.૧૧,૭૫૦ મળી કુલ રૂ.૭૫,૭૦,૫૫૦નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર જોગીન્દરસિહ સંતોકસિંહ સરદાર (રે.કલમપોલી, પનવેલ, મુંબઇ )ને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર પવન રે.રાજસ્થાન વાળો તથા બીલ્ટી પોરબંદરની બનાવેલ હોય સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ સાયલા પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવ્યો.હતો

(11:21 pm IST)