Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મહાપાલિકામાં મહાજંગનાં મંડાણ...

ઇલેકટ્રીક કામનાં રિ-ટેન્ડર પ્રકરણમાં ઇજનેરનો ચાર્જ ખૂંચવી લેવાયો

શાસકોની આંતરિક લડાઇમાં અધિકારીનો ખો... નિકળી ગ્યો : સ્ટેન્ડીંગ કમિટીએ વોર્ડ નં. ૧૦માં નવનિર્મિત કોમ્યુનિટી હોલનાં લાઇટીંગ કોન્ટ્રાકટમાં ૭૦ લાખનો કડદો બચાવવાં રિ-ટેન્ડરની ભલામણ કર્યા બાદ એકાએક રોશની શાખામાં ફેરફારો થઇ જતાં વહીવટી પાંખમાં ખળભળાટ

રાજકોટ તા. ર૮ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. ૧૦ માં કોમ્યુનીટી હોલમાં ઇલેકટ્રીક કામનાં કોન્ટ્રાકટ માટે સ્ટેન્ડીંગ કમીટીને દરખાસ્ત મળેલી હતી જેને કમીટીએ નામંજૂર કરી અને રિ-ટેન્ડરની ભલામણ કરતાં આ મુદ્ે શાસકોમાં આંતર કલહ જાગ્યો છે. અને તેનાં કારણે આ પ્રકરણમાં જવાબદાર ઇજનેરનો ચાર્જ ખૂંચવી લેવાતાં  વહીવટી પાંખમાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે કોર્પોરેશનનાં આધારભૂત સુત્રોનાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૦ માં એસ. એન. કે. સ્કુલ પાસે મ્યુ. કોર્પોરેશન દ્વારા અદ્યતન કોમ્યુનીટી હોલ બનાવવામાં આવી રહ્યો છે જેમાં એરકંડીશન સીસ્ટમ સહિતના ઇલેકટ્રીક કામના કોન્ટ્રાકટ આપવા માટેની દરખાસ્ત ગત સ્ટેન્ડીંગ કમીટીમાં મૂકાઇ હતી.

અને સ્ટેન્ડીંગ કમીટીએ આ દરખાસ્ત નામંજાુર કરીને રિ-ટેન્ડર કરવા ભલામણ કરી હતી. આ કામમાં રિ-ટેન્ડર કરવાનું  કારણ એવુ દર્શાવાયુ હતું કે જે કોન્ટ્રાકટરને કામ આપવાની ભલામણ થયેલ તેનાં ભાવો ખૂબ ઉંચા હતાં. આ કામમાં જો રિ-ટેન્ડર થાય તો તંત્રનાં રૂ. ૭૦ લાખની બચત થાય.દરમિયાન આ પ્રકરણમાં ઉચ્ચ કક્ષાનાં હોદેદારે રસ લઇ અને ઇલેકટ્રીક કામનાં રિ-ટેન્ડરની ભલામણ બાબતે રોશની વિભાગનાં અધિકારી પર દોષનો ટોપલો ઢોળીને આ અધિકારી પાસેથી કામનો ચાર્જ પરત ખેંચાવડાવી લેતા શાસકોની આંતરિક લડાઇમાં નિર્દોષ અધિકારીના વિના વાંકે ખો નિકળી ગયાની ચર્ચા અધિકારી વર્ગમાં જાગી છે. (પ-ર૭)

 

(3:50 pm IST)