Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

એક સાથે ગુમ થયેલી ૧પ વર્ષની બે બહેનપણી દિલ્હી ક્રિસમસની ઉજવણી કર્યાનું ખુલ્યુ

અક્ષરમાર્ગ પર રહેતી નેપાળી બાળા અને જલારામ સોસાયટીમાં રહેતી તેની બહેનપણી રપમીએ ગુમ થતા માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતોઃ બંને દિલ્હીથી હેમખેમ મળી જતા પરિવારજનોએ રાહતનો સ્વાસ લીધો

રાજકોટ તા. ર૮ : અક્ષરમાર્ગ પર રહેતી તરૂણી અને જલારામ સોસાયટીમાં રહેતી તેની બહેનપણી ચાર દિવસ પહેલા ગુમ થતા માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી દરમ્યાન બંને બાળા દિલ્હીથી હેમખેમ મળી આવતા નેપાળી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી વિગત મુજબ અક્ષરમાર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ગાર્ડનવ્યુ રેસીડેન્સી શેરી નં.પમાં રહેતી સુધીભા સુરેશભાઇ વિશ્વકર્મા (ઉ.૧પ) અને યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતી તેની બહેનપણી દિપીકા પ્રેમભાઇ શર્મા (ઉ.૧પ) ગત તા. રપમીએ ઘરેથી નીકળી ગયા બાદ ભેદી રીતે લાપતા થઇ જતા માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી પીઆઇ એન.એન.ચુડાસમા તથા રાઇટર પરેભાઇ તથા જાવેદભાઇએ તપાસ આદરી હતી બાદ બંને બાળાના પરિવારજનોએ સાંકળતા સ્થળોએ શોધખોળ કરી હતી. પરંતુ બંનેનો કોઇ પતો લાગ્યો ન હતો જયારે પોલીસે બંને બાળાનું લોકેશન મેળવવા માટે કોલ ડીટેઇલ કઢાવવાની તજવીજ હાથ ધરી હતી દરમ્યાન આજે બંને બાળા દિલ્હીથી હેમખેમ મળી આવતા બંનેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો . બંને બહેનપણી ક્રિસમસના તહેવારની ઉજવણી કરવા માટે દિલ્હી પહોંચી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છ.ે(૬.૨૭)

(3:32 pm IST)