Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કોર્પોરેશનની અર્ધ સદી

વેરા શાખા દ્વારા આજે પ૦ લાખની આવક

સામાકાંઠે, જામનગર રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા ૮ મિલ્કતો સીલ

રાજકોટ, તા. ર૮ : મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નો બાકી  મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વેય આજે ત્રણેય ઝોનનો વિવિધ વિસ્તારમાં ૮  મિલ્કતનો બાકી વેરો વસુલવા સીલ કરવામાં આવી છે. આજે કોર્પોરેશનને રૂ. પ૦ લાખની આવક થવા પામી છે.

 

આ અંગે કોર્પોરેશનની વેરા શાખાની સત્તાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન તથા સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજી જીઆઇડીસી, જામનગર રોડ, યાજ્ઞિક રોડ તથા યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરતા ૮ મિલ્કત સીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઇસ્ટ ઝોનમાં રૂ. ૧૦.ર લાખ , સેન્ટ્રલ ઝોનમાં ૩.૭પ લાખ તથા વેસ્ટ ઝોનમાં ૩૬.૬૭  લાખ સહિત કુલ રૂ. પ૦ લાખની આવક થવા પામી છે.

(3:31 pm IST)