Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સજા પામેલ 'શકિત વિજય ફરસાણ'ના માલીકનો અપીલ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટકારો

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટના કેસમાં નીચેની કોર્ટ દ્વારા

રાજકોટ,તા.૨૯ અત્રે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના ગુન્હાની અપીલના કામે સેસન્સ કોર્ટે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, આ કામનાં એપેલન્ટ કનકભાઇ હળવદીયા, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામે 'શકિત વિજય ફરસાણ' નામની ચલાવતા હતા અને તેમતે ત્યાં રાજકોટ મહાનગરપાલીકા આરોગ્ય શાખા દ્વારા તા.૨૪/૦૯/૨૦૧૨નાં રોજ ચેકીં ગ કરવામાં આવેલ અને મીઠાઇ (લુઝ) મોદક લાડુનો નમુનો લેવામાં આવેલ અને તેમાં સીન્થેટીક ફુડ કલર વધુમાત્રામાં હોવાથી આ ખોરાક અનસેફ જાહેર કરેલ અને આરોપી સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની કલમ-૫૯ (૧) મુજબના ગુન્હાની ફરીયાદ રાજકોટ મ્યુનસીપલ કોર્ટમાં દાખલ થયેલ અને ટ્રાયલને અંતે આરોપીને કલમ -૫૯ (૧) મુજબના ગુન્હામાં નિર્દોષ છોડવામાં આવેલ. પરંતુ જે કલમનો આરોપી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવેલ ન હોય તે કલમ -૫૮ હેઠળ આરોપીએ મેળવેલ લાયસન્સમાં દર્શાવેલ પ્રોડકટ કરતા અન્ય પ્રોડકટ વેચાણ કરેલ હોય તેથી કલમ-૫૮ મુજબનાં કામે આરોપીને સજા અને દંડનો હુકમ નીચેની કોર્ટે ફરમાવેલ છે.

આ હુકમથી નારાજ થઇને આરોપી એ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં એડીશ્નલ સેસન્સ જજ શ્રી પ્રશાંત જૈન આરોપી પક્ષની દલીલો ધ્યાને લઇને આરોપીને નીચેની કોર્ટે ફરમાવેલ સજા આરોપીના કલમ-૫૮નાં ચાર્જ ફ્રેમ કર્યા વગરની હોય જેથી આરોપીના બચાવમાં પૂર્વગ્રહ ઉભો થાય તેમ હોય અને કાયદાનાં સેટલ નિયમો વિરૂધ્ધ સજા ફરમાવવામાં આવેલ તેથી પણ નીચેની કોર્ટનો સજાનો હુકમ રદ્ કરેલ છે. આ કામે આર.એમ.સી.ના વકીલ દ્વારા અપીલની હકુમત અંગે પણ તકરાર લેવામાં આવેલી જે સબંધે પણ એપેલન્ટ કોર્ટે તેના જજમેન્ટમાં હકુમત હોવાનો મુદ્ધો આરોપીની તરફેણમાં નિર્ણિત કરીને ' શકિત વિજય ફરસાણ'ના માલીક કનકભાઇ હળવદીયાને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના ગુન્હાનાં કામે નિર્દોષ ફરમાવતો હુકમ કરેલ છે. આ કામે વાદી તરફે વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી કેતન એન. સિંધવા અને રામકુભાઇ કાઠી રોકાયેલ હતા.

(3:31 pm IST)