Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કેમ છો ? મને સૌપ્રથમવાર ધારાસભ્‍ય બનાવનાર રાજકોટનો ઋણી છું : નરેન્‍દ્રભાઇ

શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ગઇ કાલે પ્રથમ તબક્કાના જાહેર પ્રચારના બંધ થવાની પૂર્વ સંધ્‍યાએ નરેન્‍દ્રભાઇએ રાજકોટની ચારેય બેઠકના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે સંબોધનમાં જણાવ્‍યું હતું કે, મને સૌપ્રથમ વાર ધારાસભ્‍ય બનાવનાર રાજકોટનો હું ઋણી છું. ઉપરાંત તેમણે કોંગ્રેસ-ઉપર આકરા પ્રહાર કરતા વિવિધ મુદ્દે ઝાટકણી પણ કાઢી હતી. રાજયમાં અન્‍ય શહેરોમાં સભા સંબોધી મોડી સાંજે રાજકોટ આવ્‍યા હતા. નરેન્‍દ્રભાઇને જોવા અને સાંભળવા સ્‍વયંભુ જનમેદની ઉમટી પડી હતી. શહેર ભાજપ, ચારેય ઉમેદવારો, સાંસદો દ્વારા નરેન્‍દ્રભાઇનું ફુલહાર અને પ્રતિકૃતિ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(11:52 am IST)