Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોરબીમાં નયનાબેન સોલંકીએ એસિડ પીધું

રાજકોટ તા. ૨૯: મોરબીના લાયન્‍સ નગરમાં રહેતી નયનાબેન લાલજી સોલંકી (ઉ.૨૬)એ સાંજે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ નયનાના છુટાછેડા થઇ ગયા છે અને સંતાનમાં બે પુત્ર છે.  કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)